સામગ્રી :
-1 કપ બાફીને મેશ કરેલા વટાણા
-1/4 કપ પનીરનું છીણ
-2 નંગ કેપ્સિકમ સમારેલા
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-1/2 ટીસ્પૂન લસણ સમારેલું
-મીઠું સ્વાદાનુસાર
-પેસ્ટ્રી પફ સીટ
રીત :
સૌપ્રથમ ઓવનને 400 ડિગ્રી ફોરનહિટ પર પ્રીહિટ કરી લો. ત્યાર બાદ એક મોટા મિક્સિંગ બાઉલમાં સીટ સિવાયની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બધી જ સામગ્રી એકરસ થઈ જાય એ રીતે મિક્સ કરો. હવે પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તૈયાર કરેલા સ્ટફિંગમાંથી 2 ચમચી તેમાં મૂકો. હવે સીટને સીલ કરી દો. બેકિંગ ટ્રે પર સિલ્વર ફોઈલ લગાવીને તેને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેના પર થોડાક થોડાક અંતરે ગોઠવી દો. ત્યાર બાદ તેને 7થી 8 મિનિટ માટે બેક કરો. લાઈટ બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. ત્યાર બાદ ગરમા-ગરમ પફને સર્વ કરો.