કોઈ પણ દેશના સ્વાભિમાનનું ચિહ્ન તેનો રાષ્ટ્રધ્વજ હોય છે.ભારતમાં આ રાષ્ટ્ર ધવ્જની સફર સો વર્ષ કરતાં વધુ જૂની છે.ભારતીય બંધારણ સભાએ આજથી ૭૨ વર્ષ અગાઉ ૨૨મી જૂલાઈ, ૧૯૪૭ના રોજ ત્રિરંગાનો રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર કર્યો હતો.જો કે પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ હોવાનો પ્રથમવાર વિચાર રાજા રામમોહન રાયના મનમાં ઉઠયો હતો.તે વખતે ફ્રાંસમાં ક્રાંતિ ચાલી રહી  હતી.આ ક્રાંતિ ફ્રાંસના ત્રિરંગા ઝંડા તળે થઈ હતી.આ ઝંડો ફ્રાંસની બુનિયાદી સમાનતા, ભાતૃભાવ તેમજ સ્વાતંત્ર્યની ભાવનાથી ઓતપ્રોત હતો.અંગ્રેજોએ બંગાળનું વિભાજન કર્યુ.તેની વિરૂદ્ધ દેશમાં જોરદાર આંદોલન છેડાયું,આ આંદોલનને છત્રછાયા આપવા માટે રાષ્ટ્રધ્વજ ની વાસ્તવિક જરૂરીયાત અનુભવાઈ અને ફ્રાંસ ના રાષ્ટ્રધ્વજ ને જ સામાન્ય ફેરફાર સાથે ભારતીય રૂપ અપાયું .આ રીતે તૈયાર કરાયેલ પ્રથમ રાષ્ટ્રધ્વજને ૭મી ઓગસ્ટ ,૧૯૬૦ ના રોજ કોલકાતાના ફેડરેશન હોલમાં સર સુરેન્દ્રનાથ બેનર્જથીની અધ્યક્ષતા હેઠળ સલામી આપવામાં આવી, એક અન્ય માહિતી મુજબ પ્રથમ ધ્વજવંદન કોલકાતાના પારસી બગાનસ્કવેર ગ્રીન પાર્ક ખાતે થયું હતું. આ ત્રિરંગા ધ્વજમાં લાલ,પીળા અને લીલા રંગના ત્રણ પટ્ટા હતાં,લાલ પટ્ટા ચંદ્રતારક,પારસીઓના પ્રતીક ‚પેસૂર્યતેમજ વચલા પીળા પટ્ટામાં ઘેરા આસમાની રંગથી વંદે માતર્મ લખેલું હતું. ભારતમાંથી નિર્વાસિત ગુજરાતના નવસારીના મેડમ ભિખાઈજી કામાએ ૧૮મી ઓગસ્ટ, ૧૯૦૭ના રોજ જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ ખાતે યોજાયલ વિશ્ર્વ સમાજવાદી કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં આરાષ્ટ્રધ્વજ  લહેરાવ્યો,૧૯૧૬માં હોમરૂમ આંદોલન વખતે રાષ્ટ્રધ્વજ અંગે પુન ર્વિચાર કરાયું અને સ્વરાજ ની કલ્પના મુજબ તેને રૂપ અપાયું.આ ધ્વજ માં ત્રણ પહોળા પટ્ટા ના સ્થાને પાંચ લાલ, ચાર લીલા,સહિત કુલ નવ સાંકળા પટ્ટા હતાં. તેમની ઉપર બરાબર મધ્યમાં સપ્તર્ષિ તારા અને ડાબી તરફ શીર્ષ ઉપર મુસ્લિમોનું પ્રતીક ચંદ્ર તારક હતું.ડાબી બાજુ એક ચતુર્થાશ ભાગમાં યુનિયન જેકનો સમાવેશ કરાયો હતો,સને ૧૯૨૧માં ગાંધીજીએ સફેદ, લાલ તેમજ લીલા રંગના પટ્ટા વાળા ધ્વજની રાષ્ટ્રધ્વજ તરીકે પસંદગી કરી, ૧૯૨૨માં અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ સમ્મેલનમાં પ્રથમવાર રાષ્ટ્ર માન્ય ધ્વજવંદન થયું, ૧૯૩૧માં ધ્વજમાં લાલ રંગના સ્થાને શૌર્ય તેમજ સમર્પણના પ્રતીક કેસરી રંગનો સમાવેશ કરાયો, ક્રમમાં ફેરફાર કરી ઉપર કેસરી,વચ્ચે સફેદ તેમજ નીચે લીલો રંગ રાખવામાં આવ્યો,મધ્યમાં સફેદ પટ્ટામાં ઉદ્યોગના પ્રતિક તરીકે ચરખાનું ચિહ્ન મુકવામાં આવ્યું.

knowledge corner LOGO 3

૧૯૪૭માં જયારે સ્વતંત્રતા મળી, ત્યારે આ જ તિરંગો રાષ્ટ્રધ્વજ બનાવી દેવાયો, સ્વતંત્રતા બાદ પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા નિયુકત સમિતિએ નિર્ષ્કષ આપ્યું કે રાષ્ટ્રધ્વજની મધ્યમાં ચરખાનું ચિત્ર બીજી બાજુથી ઉંધુ દેખાય છે.સમિતિએ ચરખાના સ્થાને અશોક ચક્ર મુકવાનું સુચન કર્યુ કે જે બંને બાજુ થી સરખું દેખાય.રાષ્ટ્ર ધ્વજમાં ઉપરની બાજુ કેસરી, મધ્યમાં શ્ર્વેત તેમજ નીચેઘેરા લીલા રંગના ત્રિરંગામાં ત્રણે પટ્ટીઓની પહોળાઈ એક સરખી છે.ત્રિરંગાની લંબાઈ-પહોળાઈનું પ્રમાણ ૨:૩ છે.ધ્વજ ઉપર જે પ્રતિક છે, તે સારનાથ ખાતે આવેલા અશોક સ્તંભના શીર્ષ પરના ચક્રમાં ૨૪ દાંતા છે.૨૨મી જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણીય સભાએ આ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.