કલાકાર:-અક્ષયકુમાર, રાધિકા આપ્ટે, સોનમ કપૂર
પ્રોડયુસર:-ટિવંકલ ખન્ના
ડાયરેકટર:-આર. બાલ્કી
મ્યુઝિક:- અમિત ત્રિવેદી
ફિલ્મ ટાઇપ:-સોશ્યલ ઇશ્યુ
ફિલ્મની અવધિ:-ર કલાક ૨૦ મીનીટ
રેટિંગ:-પ માંથી ૪ સ્ટાર
* ફિલ્મની સ્ટોરી શું છે ?
અરૂણાચલ મુરુગનથજમની સાચી વાર્તા પર આધારીત ફિલ્મ પેડમેન દ્વારા નિર્દેશન આર.બાલ્કી અને અક્ષય કુમારુ મેન્ટુઅલ હાઇજીન પ્રતિ લોકોને જાગૃત કરવાની વાત પર દમદાર પહેલ કરી છે. લક્ષ્મીકાંત ચૌહાણ (અક્ષયકુમાર) ને ગાયત્રી (રાધિકા આપ્ટે) સાથે લગ્ન કર્યા બાદ જાણવા મળે છે કે માસિક ધર્મ વખતે તેની પત્ની નંદા કપડાઓ જ પહેરી શકે છે તેમજ તેને એક અછૂતની જેમ પાંચ દિવસ ઘરમાંથી બહાર રહેવું પડે છે.
જયારે તેને ડોકટર દ્વારા જાણવા મળે છે કે ગંદા કપડા રખ્યા વગેરેનો ઉપયોગ કરીને મહીલાઓ ઘણી બધી જીવલેણ બીમારીઓને આમંત્રણ આપે છે ત્યારે તે પોતે જ સેનિટરી પેડ બનાવવાની કસરતમાં લાગી જાય છે. તેના કારણે પહેલા તેને તેની પત્ની, બહેન અને માતાના તિરસ્કારનો સામનો કરવો પડે છે. અને પછી ગામવાળા અને સમાજ તેનો બહિષ્કાર કરી દે છે. પરંતુ જેટલું તેનું અપમાન થાય છે તેની સેનિટરી પેડ બનાવવાની જીદ એટલી જ વધારે મજબુત થતી જાય છે. તેનો પરીવાર તેને છોડી દે છે પરંતુ તે સેનીટરી પેડ બનાવવાની ધુન થી છોડતો અને આ સફરમાં તેની જીદને હકીકતમાં ફેરવવા માટે એમબીએની વિઘાર્થીની પરી (સોનલ કપુર) તેનો સાથ આપે છે.
કેવી છે ફિલ્મ ?
ફિલ્મનો સેક્ધડ હાફ ફર્સ્ટ હા કરતા વધારે દરદાર છે. આર બાલ્કીએ દક્ષિણ સિવાય મઘ્યપ્રદેશનો બેકડ્રોપ રાખ્યો છે જે સ્ટોરીને રસપ્રદ બનાવી દે છે. અક્ષય કુમાર ફિલ્મનું એક મજબુત પાસું છે. તેમણે પેડમેનના પાત્રના દરેક રંગને દિલથી ભજવ્યું છે. એક કલાકારના રુપમાં તે આ ફિલ્મમાં બરાબર ખીલ્યો છે. અને દર્શકોનેપોતાના રોલમાં ઢસડી જવામાં સફળ નીવડે છે. રાધિકા આપ્ટે આજના જમાનાની નેચરલ હિરોઇનોમાંની એક છે અને તેણે પોતાના રોલને સહજતાથી અંજામ આપ્યો છે પરી તરીકે સોનલ કપુરનું કામ પણ ખુબ સારું છે.
પરંતુ કેટલીક જગ્યાએ આ ફિલ્મમાં ડિરેકટર ઉપદેશાત્મક બનાવી દે છે. ફિલ્મના ડાયલોગ્સ ઘણા સારા લખાયા છે. તેના હળવા કોમિક દ્રશ્યોને કારણે ફિલ્મમાં દર્શકોનો રસ જળવાઇ રહે છે.
મ્યુઝિકલ: ફિલ્મમાં અમિત ત્રિવેદીનું સંગીત ઠીકઠાક છે અને ફિલ્મના પેડમેન, હૂબહૂ આજ સે મેારા હો ગયા જેવા ગીતો હિટ થઇ ચૂકયા છે.