ધમધોકાર ગરમીની મોસમમાં ટેનિંગની સમસ્યાથી બચવા માટે સ્કિનને સુરક્ષા કવચ આપવા માટે સનસ્ક્રીનનો ઉ૫યોગ આપણે કરતાં હોઇએ છીએ, પરંતુ કદાચ તમને ખ્યાલ નહીં હોય કે સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને સ્કીનને સુરક્ષિત રાખવા માટે તમે સુરક્ષા કવચ યોગ્ય રીતે પહેર્યુ છે. કે નહીં. સનસ્ક્રીન ગમે તેટલી સારી બ્રાન્ડના કેમ ન હોય. જો તમને તેનો ઉ૫યોગ કરવાની યોગ્ય રીત ખબર ન હોય તો તેની તમાર સ્કીન પર અસર થશે નહિં. એવામાં જો તમારી સ્કિનને સૂર્યના નુકશાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવી હોય તો આ ટીપ્સ પર નજર કરો…..
– યોગ્ય સનસ્ક્રીન પસંદ કરો :-
બજારમાં સનસ્ક્રીન અનેક પ્રકારના ઉપલબ્ધ છે. ઉદા. પાવડર, જેલ, ક્રીમ વગેરે. બધા પ્રકારની સન સ્ક્રીન બજારમા સરળતાથી વિવિધ બ્રાન્ડમાં ઉપલબ્ધ છે, પરંતુ સનસ્ક્રીન ખરીદતા પહેલાં તમારા સ્કિનટોનને ઓળખવો જરુરી છે. હકીકતમાં બજારમાં ઉપલબ્ધ અનેક સનસ્ક્રીનની આડઅસર કરે છે. આ સનસ્ક્રીન ફેર કોમ્પ્લેક્શનવાળી મહિલાઓ માટે તો ઠીક છે, પરંતુ ડસ્કી સ્કિન પર તેની ગ્રેઇશ ઇફેક્ટ થાય છે, જે ખૂબ ખરાબ લાગે છે. માટે જો તમારી સ્કિન શ્યામ હોય તો તમે માઇક્રોઇઝડ ફોર્મ્યુલાવાળી સનસ્ક્રીનનો ઉપયો કરો. તેમાં સનસ્ક્રીનની ઇફેક્ટ ઓછી કરે છે. અને સ્કિન પર તેનું પડ દેખાતું નથી, પરંતુ આ અલ્ટા્રવાયોલેટ કિરણોથી સ્કિનને સંપૂર્ણ રીતે સલામત રાખે છે. આથી સ્કિનના ઉપરના પડ પર પાણીની ઉણપ હોય છે. એવામાં આ સ્કિન પર વધારે મોઇશ્ર્નરાઇઝર ફોર્મ્યુલાવાળી ક્રીમ મદદરુપ સાબિત થાય છે.
– યોગ્ય ક્રમ જરુરી છે :-
ઘણીવાર સનસ્ક્રીનને મહિલાઓ ડાયરેક્ટ સ્કિન પર જ લગાવે છે, જે યોગ્ય નથી. સૌ પ્રથમ સ્કિન પર જ મોઇશ્ર્વરાઇઝર લગાવો. તેના ૨૦-૩૦ મિનિટ પછી સનસ્ક્રિન લગાવો. જેથી સ્કિન પહેલા મોઇશ્ર્ચરાઇઝરને સારી રીતે શોધી લે. જો તમે ફેસ પર મેકઅપ કરો છો. તો સનસ્કીન લગાવ્યા પછી જ મેકઅપનો ઉપયોગ કરો. જો મેકઅપ ન કરતાં હોય તો સનસ્કીન જ તમારા ફેસ પર લગાવાતું છેલ્લું ઉત્પાદન હોવું જોઇએ. હકીકતમાં સનસ્ક્રીન સ્કિન પર એક સુરક્ષાનું પડ હોય ેછે. જો તેની પર મેકઅપ સિવાય બીજું કંઇક લગાવવામાં આવે તો પણ સનસ્ક્રીન સ્કીન પર એટલી અસરકારક સુરક્ષા કવચ સાબિત નથી થતું અને સ્કિનને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સંપૂર્ણ રીતે બચાવવામાં નિષ્ફળ રહે છે. કેટલીક મહિલાઓ મોઇશ્ર્ચરરાઇઝરમાં સનસ્કીનને મિક્સ કરીને લગાવે છે. આ રીત પણ યોગ્ય નથી હોતી, કારણ કે તેનાથી સનસ્ક્રીનની અસર પૂરી થઇ જાય છે.
– સનસ્ક્રીન લગાવો અને ઉભા રહો :-
જો તમે કેમિકલ બેઝ સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો, તો તેને લગાવીને ૨૦-૩૦ મિનિટ પછી જ તડકામાં જાઓ. જેથી ક્રીમમાં રહેલ યુવી ફિલ્ટર્સને સ્કિનને સારી રીતે શોષી લે અને તેની પર એક સુરક્ષા કવચ બનાવે.
– ઉપયોગ કરવામાં કંજૂસી ન કરો :-
મોટાભાગે મહિલાઓ થોડી સનસ્ક્રીન લઇને પૂરા ફેસ પર લગાવે છે. આવું કરવાથી સનસ્ક્રીનનો લાભ સ્કીનને મળતો નથી. આ રીતે સનસ્ક્રીન વાપરવી વ્યર્થ છે. સનસ્ક્રીન લગાવવાની યોગ્ય રીત છે. લગભગ ૧/૪ નાની ચમચી સનસ્ક્રીન લઇને પૂરા ફેસ અને ગળાના ભાગને કવર કરવામાં આવે. જો તમારી સનસ્ક્રીન બહુ થીક હોય તો, પ્રમાણ ઘટી શકે છે. જો તમે પૂરી બોડી પર સનસ્ક્રીન લગાવો છો, તો લગભગ ૨ મોટી ચમચી સનસ્ક્રીનનો ઉપયોગ કરો. જાહેર છે કે તમે સનસ્ક્રીનનું જ્યાં સુધી જાડું પડ સ્કિન પર નહિં ચઢાવો ત્યાં સુધી તેનો કોઇ ફાયદો તમને થશે નહિં.
– લગાવવાની રીત :
સનસ્ક્રીનને સ્કિન પર લગાવવાની રીત સામાન્ય ક્રીમ લગાવવાની રીત કરતાં અલગ છે. ક્યારેય સનસ્ક્રીન સ્કિન પર ઘસીને ન લગાવો, પરંતુ હથેળીમાં લઇને ધીમે-ધીમે થપથપાવો. તેનાથી સ્કિન પર ઇરિટેશન અનુભવાતું નથી અને આ રીતે સનસ્ક્રીન લગાવવાથી સ્કિન પર સમાન ભાગમાં ક્રીમ લાગે છે. કારણ કે જરુરી છે કે જો તમે સ્કિન પર સમાન ભાગમાં ક્રીમ લાગે છે. કારણ કે જરુરી છે કે જો તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો તો એ વાતનું ધ્યાન રાખો કે તે ફેસના દરેક ભાગ છૂટી જાય. થપથપાીવીને સનસ્ક્રીન લગાવવાથી તે સરળતાથી લાગી જાય છે. જો તેને ઘસીને લગાવવામાં આવે તો તે સ્કિન પર લાગતી નથી, સ્કિનનું પડ બનીને નીકળી જાય છે.