બટાકા દરેક ને પસંદ હોય છે. અને મોટેભાગે બટાકા નાના બાળકોને વધારે પસંદ હોય છે તેમજ બટાકાએ સ્વાસ્થ્યને ઠીક રાખવાની સાથે તમારી ત્વચાને પણ નિખારવામાં મદદ કરે છે. દરરોજ ચહેરા પર બટાકાનો રસ લગાડવાથી તમારી ત્વચા પર રહેલ કાળાશ ને દુર કરવા મદદરૂપ બને છે . તો આવો જાણીએ તેના રસને કેવી રીતે લગાવાય છે.
– સોપ્રથમ બટાકાના રસને કાઢી તેને હુંફાણા પાણીમાં મિક્સ કરો હવે આ પાણીને રૂની મદદથી તમારા ચહેર પર સારી રીતે લગાવી લો અને સુકાઈ જાય પછી તેને હળવા પાણીથી ચહેરાને ધોઈ લો.
– તેમજ બટાકામાં સ્ટાર્ચની માત્રા ખુબ વધારે હોય છે. જેથી બટાકા એ સિક્નમાં કરચલીઓંને દુર કરવામાં સહાય રૂપ થાય છે.
– બટાકાનો ઉપયોગ આપણે હાથ-પગની દેખભાલ માટે પણ કરી શકીએ છીએ તે માટે બટાકાને વાટીને ગરમ દુધમાં મિક્સ કરી આ પેસ્ટ ને હાથમાં મસાજ કરવાથી હાથને સોફ્ટ બનાવે છે. તથા હાથની કાળાશ દુર કરવા મદદરૂપ બને છે .