પોપકોર્ન ખૂબ જ લોકપ્રિય સ્નેક્સ બની ચુક્યું છે. એમા પણ ફિલ્મ જોવા જાય એટલે પોપકોર્ન તો ફિક્સ જ હોય શૌખીથી લોકો પોપકોર્ન ખાય છે રસપ્રદ વાત તો એ છે કે હજારો વર્ષ જુના મકાઇના દાણાં ગરમ થતા જ ફૂટી પડ્યા જેનું કારણ તેની જાડી પરતે છે. જે ફક્ત ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ ફુટે છે. ત્યારે બને છે પોપકોર્ન સૌ પ્રથમ વખત અમેરિકાનાં પોપકોર્ન ખાવામાં આવ્યા હતાં. ત્યાર બાદ યુરોપથી અમેરિકા વસતા લોકો પણ પોપકોર્ન ખાવા લાગ્યા હતા.
રસપ્રદ વાત તો એ છે કે જે મકાઇ આપણે ખાતા હોય તેમાંથી પોપકોર્ન બનતા નથી પોપકોર્ન મકાઇની ખાસ નસ્લ છે જેના દાણાં ઉત્તર પશ્ર્ચિમી અમેરિકાની ગુફાઓમાંથી મળ્યા હતા. વૈજ્ઞાનિકોને હજારો વર્ષ જુના પોપકોર્નના દાણાં મળી આવ્યા હતા. આજે લોકો આરોગ્ય માટે પણ પોપકોર્ન ખાય છે જો કે પોપકોર્ન બટર અને સોલ્ડ સાથે પોકેટોમાં ઉપલબ્ધ છે પરંતુ તેને તમે ઘરે પણ બનાવી શકો છો પોપકોર્નને ફિલ્મો સાથે પણ સંબંધો છે.
સૌથી પહેલાં પોપકોર્ન બનાવતી મશીન ૧૮૮૫માં આવી હતી. જેટલું પોપકોર્ન ખાવામાં સ્વાદિષ્ટ છે તેટલું તેને બનતા જોવું રસપ્રદ છે.