પાણીપૂરીનું નામ પડતાં જ મોમાં પાણી આવા લાગે. નાના મોટા બધાની પ્રિય છે આ પાણિપુરી થોડા દિવસો પહેલા આ પાણીપૂરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ૪૦૦૦ કિલો પકોડી, તેનું પાણી અને બટાકા ફેકી દેવામાં આવ્યા. પાણીપૂરી ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરમાં અલગ અલગ નામે પ્રસિદ્ધ છે જેમકે કૂચકા , ગોલગપ્પાં , પકોડી વગેરે. જોકે તેની સાથે જોડાયેલ સાફસફાઈ તેમજ ગંદકીની સમસ્યા ખૂબ જ ગંભીર છે પરંતુ શેરીના ખૂણે ઊભા રહીને પાણિપુરી ખાવાની મજા કઈક અલગ જ હોય છે.
શું તમે જાણો છો કે પાણીપૂરી આજકાલથી નહિ પરંતુ મહાભારતના સમયથી અટલી જ પ્રખ્યાત છે? તો ચાલો આપણે આજ જાણીએ પાણીપૂરીનો ઇતિહાસ ખરેખર શું છે…
માન્યતા અનુસાર એવું કહેવામા આવે છે દ્રોપદીના લગ્ન પાંચ પાંડવો સાથે થયા ત્યારે કુંતીમાતાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું . ત્યારે માતા કુંતીએ દ્રોપદીને ઘણી બધી શાકભાજી અને થોડો જ લોટ આપ્યો. દ્રોપદીને આમાંથી જ પાંચ પાંડવો માટે કંઈક બનાવવાનું હતું. ત્યારે એમને નાની નાની પૂરી લોટમાથી બનાવેલી અને તેમની અંદર શાકભાજી ભરી દીધી.આ પકોડીનું સૌ પ્રથમ મોડેલ હતું.
મગધ સામ્રાજ્યમાં પકોડી ખૂબ પ્રિય છે. આવી રીતે પકોડીના પાણીને ચટપટું કરનાર મરચી પણ ભારતમાં 300-400 વર્ષ પહેલાં જ આવી તેથી મગધ સામ્રાજ્યનો સીધો સંબંધ પણ આજની પકોડી સાથે જોડી શકાય.આ રીતે પાણિપુરીની શરૂઆત થઈ હતી.