દુનિયાની ઘણી વાતો આપણને ખબર હોતી નથી. આપણાં શરીર, મગજમાં પણ ઘણા રહસ્યો આપણને ખબર હોતી નથી. દુનિયામાં સૌથી નાનું મોટું કે આકાશ, જમીન, જંગલોની ઘણી વાતો આપણને ખબર જ નથી હોતી. આ નોલેજ કોર્નરના માઘ્યમથી આજે ચિત્ર-વિચિત્ર વાતો સાથે દુનિયાના રોચક તથ્યોની માહીતી ટુંકમાં આપીને તમારા જ્ઞાનમાં વધારો કરવો છે. આ પૃથ્વી પર એવું ઘણું બધું ે જેની ઉપર આપણે કયારેય નજર કરી નથી, તો ચાલો બે ત્રણ લાઇનમાં જે કેટલીક જાણી-અજાણી વાતો અને નોખી-અનોખી વાતો
- નીલ આમસ્ટ્રોગે એ ચંદ્ર પર સૌ પ્રથમ પોતાનો ડાબો પગ મૂકયો હતો અને તે સમયે તેના હ્રદયના ધબકારા પ્રતિ મિનિટ 156ની ગતિએ ધબકતા હતા.
- માર્ક ઝુકર બર્ગ, સ્ટીવ જોબ્સ અને બીલગેટસ આ બધામાં કોમન વાત એ છે કે આ ત્રણમાંથી એકેય પાસે કોલેજની ડિગ્રી નથી.
- આપણા મનપસંદ ‘વોટરએપ’નો ઉપયોગ વિશ્ર્વની પ3 ભાષામાં કરી શકીએ છીએ સાથે દુનિયાના કોઇપણ છે કે મફત વિડીયો કે ઓડીયો કોલ કરી શકીએ છીએ.
- આજથી 610 વર્ષ પહેલા ર6મી ફેબ્રુઆરી 1411ના રોજ અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદની 6 સદીના ઇતિહાસમાં મુગલ, મરાઠા, અંગ્રેજ અને હવે ભારત સરકારનું શાસન ચાલે છે.
- આપણા રાજસ્થાન રાજય કરતાં ફ્રાન્સ દેશનું ક્ષેત્રફળ નાનું છે, અને આ દેશમાં જ ‘એપ્રિલ ફુલ ડે’ ની શરૂઆત થઇ હતી.
- મહારાણા પ્રતાપનો ભાલો 81 કિલોનો છાતીનું કવચ 72 કિલોનું હતું. ભાલો, કવચ, ઢાલ અને સાથે બે તલવારનું વજન સાથે કુલ 208 કિલો વજન થતું હતું.
- દુનિયામાં તમારો જેવા જ દેખાતા ઓછામાં ઓછા 6 લોકો હોય છે જેને મળવાનો ચાન્સ 9 ટકા જ હોય છે.
- ‘અમુલ’નું આખુ નામ ‘આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ’ છે.
- આપણાં શરીરમાં સૌથી પાતળી ચામડી આપણે ‘આંખ’ ની હોય છે જે 0.2 થી 0.5 એમ.એમ. હોય
- ઉનાળામાં આવતી ડેરે ફળોનો રાજા કહેવાય છે, તેનું આજથી પ000 વર્ષ પહેલા સૌથી પહેલા ભારતમાં વાવેતર થયું હતું.
- નાના બાળકનું વધુ સુવાનું કારણ એ છે કે તેમનું મગજ શરીર દ્વારા બનાવેલ પ0 ટકા ગ્લુકોશ ઉપયોગ કરી લે છે.
- માઉન્ટ એવરેસ્ટ પર આજે પણ ર00 થી વધારુ શબ પડેલા છે.
- કોકીન ડ્રગ્સની લત લાગી હોય એવા લોકોનું હ્રદય શરીરમાંથી બહાર કાઢયા બાદ પણ રપ મીનીટ ધબકતું રહે છે.
- લગભગ 17મી શતાબ્દી સુધી આપણો દેશ ભારત દુનિયાનો સૌથી અમીર દેશ હતો.
- તમને જાણીને નવાઇ લાગશે કે દર વર્ષે લગભગ 1 લાખ પ્રાણીઓ પ્લાસ્ટિક બેગ ખાય જવાથી મૃત્યુ પામે છે.
- માણસ કરતાં સુંઘવાની શકિત શ્ર્વાનમાં પ ગણી વધારે હોય છે.
- વિશ્ર્વમાં સૌથી વધુ શાકાહારી આપણા દેશ ભારતમાં છે.
- વાદળ પ્રતિ સેક્ધડ 146 ફુટ ઝડપે ચાલે છે એટલે કે આ વાદળને મુંબઇથી દિલ્હી પહોચતા 9 કલાક લાગે છે.
- અત્યાર સુધી માત્ર 1ર માણસો જ ચંદ્ર પર ગયા છે અને છેલ્લા 4ર વર્ષથી ચાંદ પર કોઇ ગયું જ નથી.
- સિંહની ગર્જનાને 8 કી.મી. દૂરથી પણ સાંભળી શકાય છે.
- વિશ્ર્વના એક તૃતીયાંશ હિરા એકલા સુરતમાં જ પોલીસ થાય છે.
- માઇક્રોસોફટમાં 34 ટકા અને અમેરીકામાં 38 ટકા ડોકટર આપણાં દેશ ભારતના છે અર્થાત ભારતીય છે
- ટાઇમ મેગેઝીનનું આખુ નામ ‘ધ ઇન્ટરનેશનલ મેગેઝીન ઓફ ઇવેન્ટ’ છે.
- દુનિયાના 70 ટકા મસાલા આપણાં દેશ ભારતમાં બને છે.
- વિશ્ર્વમાં સૌથી મોટું જહાજ ભાંગવા માટેનું યાર્ડ ગુજરાતના ભાવનગર નજીક ‘અલંગ’ માં છે.
- સૌથી વધારે એવોર્ડ જીતવાવાળી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ ના નામે છે તેને 9ર એવોર્ડ મળ્યા હતા.
- આપણું ગુજરાત ભારતમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે.
- કોહિનૂર હીરો ભારતની ગોલકુંડા ખાણમાંથી કાઢવામા આવેલ હતો. આંધ્ર પ્રદેશની આ ખાણ દુનિયાની સૌથી પ્રાચીન ખાણ છે.
- દુનિયામાં સૌથી વધારે સોનું દક્ષિણ આફ્રિકામાં પ્રાપ્ત થાય છે.
- શ્રીલંકામાં એક માત્ર હવાઇ મજક કોલંબોમાં છે. વિશ્ર્વની સૌથી પહેલી મહિલા પ્રધાન મંત્રી ભંડાર નાયક જે શ્રીલંકાથી જ હતા.
- ભગવદ્ ગીતાનું પહેલું અંગ્રેજીમાં રૂપાંતર 1785માં ચાર્લ્સ ‘વિલ્કિસએ લંડનમાં’ કરેલ હતું.
- સૌથી લાંબો સાપ ‘પાઇથન રેટિફૂલટેસ’ છે. જેની લંબાઇ 30 ફુટ જેટલી હોય છે.
- સોનાનો સૌ પ્રથમ ટુકડો પ ફેબ્રુઆરી 1869 માં ઓસ્ટ્રેલીયામાં મળ્યો હતો. 69 કિલોના આ ટુકડો જમીનની ર ફુટ નીચેથી મળ્યો હતો.
- સૌથી પહેલા એ.ટી.એમ. મશીન ર7 જુન 1967 માં લંડનની બાર્કલેજ બેંકમાં મુકવામાં આવ્યા હતા.
- ઓડિશાના પૂરીમાં આવેલ જગન્નાથ મંદિરનો ઘ્વજ હવાથી વિપરીત દિશામાં ફરકે છે.
- ‘શોલે’ ફિલ્મનો ડાયલોગ ‘કિતને આદમી થે’ 40 વાર રીટેક થયા બાદ ઓકે થયો હતો.
- સાઉદી અરેબીયા વિશ્ર્વનો એક માત્ર દેશ છે જેમાં એકપણ નદી નથી.
- મનુષ્યનું લોહી ર1 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
- રવિવારની રજા ઇ.સ. 1843માં શરૂ થઇ હતી.
- વિશ્ર્વમાં સોનું ખરીદ કરવામાં ભારતીયો સૌથી આગળ છે. સોનએ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે.
- ઇઝરાયલ દેશમાં દર 100 માંથી 90 ઘરો સોલાર ઉર્જાનો વપરાશ કરે છે.
- વિશ્ર્વમાં સૌથી વધુ રોજગાર ભારતીય રેલવે આપે છે જેમાં 16 લાખ લોકો કામ કરે છે.
- વીંછી જીવનમાં માત્ર એક જ વાર બચ્ચાને જન્મ આપે છે અને પછી તરત જ મરી જાય છે.
- દુનિયાની સૌથી મોટી ‘ચાયના’ દિવાલ નિર્માણમાં 10 લાખથી વધુ મજુરોના મૃત્યુ થયા હતા.
- શુક્ર ગ્રહ પર નો એક દિવસ પૃથ્વીના એક વર્ષ કરતા પણ મોટો છે.
- માણસના મગજનું વજન લગભગ 1.4 કિલો હોય છે.
- વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમામાં 10 માંથી 8 પ્રતિમા ભગવાન બુઘ્ધની છે.
- આપણી આંખ એક નેચરલ કેમેરો છે અને તે 576 મેગા થિકસલ છે
- વિશ્ર્વની સૌથી મોંધી ફિલ્મ ‘પાઇરેટસ ઓફ કેરેબિયન’ છે જેનો ખર્ચ ર7 અબજ રૂપિયા થયો હતો.
- ગુગલ કંપનીનો કોઇ કર્મચારી મૃત્યુ થાય તો તેની પત્નીને 10 વર્ષ સુધી અડધો પગાર મળે અને તેના બાળકને 19 વર્ષનો ન થાય ત્યાં સુધી દર માસે એક હજાર ડોલર અપાય છે.
- જંગલમાં લડવા માટે ભારતીય સેના વિશ્ર્વમાં નંબર વન છે. અમેરીકા, રશિયા અને બ્રિટેન દેશની સેના અહિં તાલીમ લેવા આવે છે.
- દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સાઉથ કોરીયામાં આવે છે જેની સ્પીડ 33.5 એમ.બી.પી.એસ. છે.
- વાર્ષિક આવક પર આધારીત સુરત ભારતમાં સૌથી ધનવાન શહેર ગણાય છે.
- ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી હરિયાળુ પાટનગર ગણાય છે.
- ભારતનું સૌથી પ્રથમ એરપોર્ટ મુંબઇનું જુહુ એરપોર્ટ છે.
- ભારત 90 દેશોને સોફટવેર વેચે છે.