સૂર્યપ્રકાશ આપણને સફેદ જણાય છે.આ સફેદ રંગ ખરેખર સાત રંગોનો બનેલો છે – રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો ને જાંબલી.પ્રિઝમ માંથી આપણે સૂર્યકિરણ પસાર કરીએ છીએ ત્યારે આપણને તેના સાત રંગ જોવા મળે છે. આ જ પ્રમાણે પાણીના ટીપાં પણ પ્રિઝમની જેમ વર્તે છે.
મેઘધનુષ રચાવવાથી સૌને ખુશી થાય છે, એટલું જ નહિ આપણને આંખને પણ ગમે એવું મેધધનુષ કેમ રચાય છે તે વિષે જાણીએ, સૂર્યની હાજરીમાં વરસાદ પડે ત્યારે ક્યારેક આકાશમાં વિશાળ અર્ધવર્તુળાકારમાં સાત રંગના પટ્ટાઓ દેખાય છે. આ જ પ્રમાણે પાણીના ધોધમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે. ત્યારે પણ તેજસ્વી મેઘધનુષ્ય જોવા મળે છે. મેઘધનુષ્યનું સુંદર દ્રશ્ય સૌને ગમે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com