સામગ્રી
- ૨૦૦ ગ્રામ પનીર
- ૨ બટારા બાફેલા
- ૨ ચમચી આરાનો લોટ
- તેલ તળવા માટે
- ૧ લીલુ મરચું
- ટૂંકડો આદુ
- મીંઠુ સ્વાદ અનુસાર
- ચાટ બનાવવાની સામગ્રી
- ૩ કપ દહીં
- ૧ કપ લીલી ચટણી
- ૧ કપ ગળી ચટણી
- ૧ ચમચી લાલ મરચા પાવડર
- ૨ ચમચી જીરૂ
- ૨ ચમચી કાળા મરી પાવડર
સામગ્રી
એક બાઉલમાં પનીર ક્રશ કરી અને તેમાં બાફેલા બટાકા મેશ કરો. તેમાં આરાનો લોટ, મીંઠુ, આદુ, લીલા મરચા. અને તમામ મસાલા એડ કરીને બરોબર મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો.
પછી તેમાં પનીરના મિશ્રણમાંથી ગુલ્લા બનાવીને સહેજ ટિક્કી જેવા દબાવીને ગરમ તેલમાં બ્રાઉન કલરના તળી લો. હવે એક બાજુ દહીંનો મઠ્ઠો બનાવી દો.
ત્યાર બાદ તેને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દો. હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં પનીરના બોલ મૂકો, તેની પર ઠંડુ દહીં એડ કરો. ત્યાર બાદ તેમાં કાળા મરીનો પાવડર, જીરૂ, લાલ મરચું એડ કરો. પછી તેમાં મીઠી ચટણી અને લીલી ચણટી એડ કરો. તો તૈયાર છે પનીર દહીં વડા ચાટ.