કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે. આ માટે તેને હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. રોજ પલાળેલી કિશમિશ ખાવાથી અનેક ગણો ફાયદો મળી શકે છે. કિશમિશ પલાળવાથી શું ફાયદા થશે. કિશમિશમાં વધારે પ્રમાણમાં શુગર હોય છે. તેને રાતભર પલાળીને રાખવાથી તેનું શુગર કંટેટ ઓછું થઇ જાય છે અને ન્યૂટ્રિશનલ વેલ્યૂ વધે છે.
રાતે સૂતાં પહેલાં ૧ કપ પાણીમાં ૧ મૂઠી કિશમિશ પલાળો. સવારે તે પાણી ગાળીને પીઓ અને કિશમિશને ચાવીને ખાઇ જાઓ.
- પલાળેલી કિશમીસ ચાવીને ખાવાથી કબજીયાત દૂર કરે છે.
- કિશમીસમાં રહેલાં એન્ટિબેકટેરીયલ ગુણ ફીવરને દૂર કરે છે.
- કિશમીસમાં બોરોન હોવાને લીધે જોઇન્ટ પેઈનમાં રાહત આપે છે
- કિશમીસમાં રહેલું બિટા કેરોટીન હોય છે જે આંખોનું તેજ વધારશે.
- પલાળેલી કિશમીસને સરખી રીતે ચાવીને ખાવાથી ગળાની તકલીફમાં રાહત જણાય છે.