દુનિયામાં સતત નશાની લતથી શિકાર થતાં લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. એટલું જ નહીં નશાખોરો લોકોની જેટલી સંખ્યા વધે છે એટલા એમના કારોબારીઓમાં પણ વધારો થતો જાય છે. યી.એનના એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે દુનિયામાં લગભગ 2 લાખ લોકો આ લતના કારણે મૃત્યુ પામે છે. આ રિપોર્ટના જણાવ્યા અનુસાર ભારત પણ આ બાબતે કોઇનાથી પાછળ નથી. અહીંયા દરેક પ્રકારનો નશો ચરસ, ગાંજો અને બીજા ઘણા નશાની લોકોને આદત પડી ગઇ છે.
નેશનલ ક્રાઇમ બ્યૂરોના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ 10 લોકો સુસ્યાઇડ કરી રહ્યા છે અને ઘણા સમય પહેલા નશાના કારણે થયેલી ખરાબ હાલાતને કારણે મરી રહ્યા છે.
જેના કારણે હજારો પરિવારો બરબાદ થઇ ચૂક્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે કે માત્ર રસ્તાના કિનારા પર રહેનારા લોકો, ગરીબ બાળકો, યુવા, બેરોજગાર જ નહીં પરંતુ કેટલીક મહિલાઓ પણ આ બીમારીનો શિકાર બની છે.
આ ખરાબ ટેવને ખતમ કરવા માટે ઘણી સોસયટી કામ કરી રહી છે. જેનાથી નશાના કાદવમાં ફસાયેલા યુવાનોને બચાવી શકાય