પાતળી અને ક્રિસ્પી મસાલેદાર ફ્રેન્ચ ફાઇઝ સામે પડી જોઇને ભલભલાના મોંમા પાણી આવી જાય છે. જેને લોક કેચઅપ અથવા ચટણી સાથે પણ ખાતા હોય છે. નાના બાળકોથી લઇને મોટી સુધી દરેકનો ફ્રેન્ચ ફ્રાઇઝ તો ડાંઢે વળગે છે. પરંતુ ક્યારેય વિચાર્યુ કે ક્રેન્ચ ફ્રાઇઝ જેને આપણે એટલા શોખથી ખાઇએ છીએ તેને કોણ અને કઇ રીતે લાવ્યું ? જેટલુ ક્રેન્ચ ફ્રાઇઝ સ્વાદિષ્ટ છે તેમ તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે.
જેને આપણે ફ્રેન્ચ ફ્રાઇઝ કહીએ છીએ શું તે ખરેખર ફ્રેન્ચ વાનગી છે ? નહીં તે એક બેલ્જીયમ વાનગી છે. કહેવાય છે કે બેલ્જિીયમમાં સૌથી પહેલા કાચા બટેકાને તળવામાં આવ્યા હતા. બેલ્જિીયન્સ તેને માછલી સાથે સ્નેક્સ તરીકે લેતા હતા પરંતુ શિયાળામાં નદીઓ બરફથી જામી જતી હતી અને માછલીયો મળતી ન હતી માટે બટેટાની ચિપ્સ બની ગઇ ‘ફ્રેન્ચ ફ્રાઇઝ’ પ્રથમ વિશ્ર્વ યુધ્ધ દરમિયાન એક અમેરિકાને તે ક્રેન્ચ ફ્રાઇઝ ખાદી તો તેને દાઢે વળગી લઇ અને શરુ થઇ ગઇ બટેટાની નવી વાનગી ‘ફ્રેન્ચ ફ્રાઇઝ’
ફ્રેન્ચ ફ્રાઇઝના ફ્રેન્ચ સાથેના સંબંધો :
ઇતિહાસકારો જણાવે છે કે ફ્રેન્ચ ફ્રાઇઝને વહેચવાની શરુઆત સન ૧૭૮૦માં થઇ હતી. જેણે બટેટાની દુનિયામાં રિવોલ્યુશન લાવ્યું.
ત્યાર બાદ ફ્રાન્સમાં ફ્રેન્ચ ફ્રાઇઝ એક કોમન ફુડ બની ચુક્યું હતું. ફ્રેન્ચ બર્ગર, ફ્રાઇડ ચિકન, તળેલ માછલી એક સામાન્ય સાઇડ ડિશ છે. બેલ્જિીયમમાં ઘણા લોકો ફ્રાઇઝને રાંધેલા મસલ અથવા તળેલા ઇંડા સાથે લેતા હોય છે. તો ફ્રાન્સમાં ફ્રાઇઝ તંદુરસ્ત નાસ્તો ગણવામાં આવે છે.