આ સંબંધ મૈત્રીનો સંબંધ હોય કે પ્રેમનો.. કે પછી મમતાનો. બસ તમારો કયા કલરનું ગુલાબ કોને આપવુ છે તે નક્કી કરવુ પડશે.
લોકો એવુ માને છે કે, આ દિવસ પશ્ચિમની સંસ્કૃતિમાં ઉજવાતો દિવસ છે, અને તેને ફક્ત યુવા લોકો જ મનાવી શકે છે. પરંતુ એવુ નથી, પણ આ દિવસ તો પ્રેમ, મૈત્રી, વિશ્વાસને બતાવવાનો દિવસ છે અને કોઇ પણ સંબંધ માટે આ ત્રણ વાતો જરુરી છે.
પ્રેમ અને સ્વિકારનો મહિનો એટલે ફેબ્રુઆરી. આ મહિનામાં છુપાયેલી લાગણીઓને બહાર લાવવા માટે ખાસ દિવસો હોય છે. યુવાનો આ ખાસ દિવસ માટે તેમના હૃદયમાં છુપાયેલી લાગણી દર્શાવવા રાહ જુએ છે. વેલેન્ટાઇન ડે 14 મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ તે પહેલા યુવાનો વેલેન્ટાઇન વીકની ઉજવણી કરે છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે થી થાય છે.
આ દિવસે, એકબીજાને પ્રેમ કરતા હોય તે વિવિધ રંગોના ફૂલો આપે છે, જે સૌ પ્રથમ તેમના પ્રેમને વ્યક્ત કરવા અથવા નવી મિત્રતા શરૂ કરૂ કરવા ગુલાબ આપે છે. સામાન્ય રીતે આપણે બધા લાલ ગુલાબ પસંદ કરીએ છીએ અને રોઝ ડે પર લાલ ગુલાબ આપીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દરેક ગુલાબનો રંગ કેટલાક સંબંધનો પ્રતીક છે, આજે જાણીશું કે ક્યાં સંબંધમાં ક્યું ગુલાબ આપવું રોઝ ડેના દિવસે લાગણી દર્શાવવા માટેનો સારો દિવસ માનવામાં આવે છે, અને યુગલો આ દિવસે એકબીજાને ફૂલો આપીને ઉજવે છે. વેલેન્ટાઇન વીકના પ્રથમ દિવસે દરેક વ્યક્તિ ફરીથી તેમના પ્રિય અને મિત્રોને ફૂલો આપીને સંબંધો શરૂ કરે છે.
જો કોઈ વ્યક્તિ મિત્ર બનવા માંગે છે, તો તે પીળા ગુલાબ આપીને શરૂઆત થાય છે. રોઝ ડેનો યંગસ્ટરમાં ક્રેઝ વધતો જાય છે. જો તમે કોઈને સોરી બોલવા માંગતા હોય તો તેને સફેદ ગુલાબનું ફૂલ આપો. કારણ કે સફેદ ગુલાબ શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. જો કોઈનો આભાર માનવા માંગો છોતો તેને ગુલાબી રંગનું ફુલ આપો. જો કોઈ તેમની લાગણીઓ બતાવવા માંગે છે, તો તેઓ નારંગી ગુલાબ આપી શકે છે.