છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા નેટવર્કિંગ માત્ર યુવાનો માટે જ નહિ , પરંતુ જૂની પેઢી સહિત, બધા લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય બન્યું છે. વ્યક્તિગત રીતે આ તમારા મિત્રો અને પરિવાર વચ્ચે મધ્યસ્થ સંપર્ક સ્થાપિત કરવા માટે તક આપે છે, જ્યારે વ્યાવસાયિક રૂપે સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ પોતાની ઓળખ, પ્રતિષ્ઠા, લીડ જનરેશન સ્થાપિત કરે છે અને વ્યવસાયને જાળવી રાખે છે અને વધારવામાં મદદ કરે છે.
સોશિયલ મીડિયામાં અલગ અલગ ઘણી એપ્લિકેશન છે જે યંગ જનરેશન તેમજ જૂની પેઢીના લોકોના દિલ પર રાજ કરે છે ફેસબુક , સ્નેપચેટ , ઇનસ્ટાગ્રામ , ટ્વિટર, હાઇક, બિંગો વગેરે પરંતુ ઇનસ્ટાગ્રામએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે જે વર્લ્ડની ટોપ ૧૦ એપ્લિકેશનમાં ત્રીજા નંબરનું સ્થાન જણાવે છે. જે વિશ્વમાં ૧,૦૦૦ ,૦૦૦ ,૦૦૦ લોકો વાપરે છે.
ઇનસ્ટાગ્રામ કેવિન સિત્રોમ અને માઇક ક્રિગર દ્વારા બનાવવામાં આવ્યું હતું, અને ઑક્ટોબર 2010 માં ફક્ત આઇઓએસ(IOS) પર લોન્ચ થયું હતું. એન્ડ્રોઇડ મોબાઇલ માટેનું વર્ઝન એક વર્ષ અને 6 મહિના પછી, એપ્રિલ 2012 માં, નવેમ્બર 2012 માં ફિચર-મર્યાદિત વેબસાઇટ ઇન્ટરફેસ અને અનુક્રમે એપ્રિલ 2016 અને ઑક્ટોબર 2016 માં વિન્ડોઝ 10 મોબાઇલ અને વિન્ડોઝ 10 માટેની એપ્લિકેશનો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ઇનસ્ટાગ્રામની શરૂઆતમાં તેનો લોગો કેમેરા જેવો લૂક આપતો હતો જે સીઇઓ કેવિન સિત્રોમ દ્વારા જ રચાયેલ હતો.. સૅસ્ટ્રોમે 2011 માં જણાવ્યું હતું કે તેણે લોગોને બદલવાના કારણ આપતા કહ્યું કે તે “ઇન્સ્ટાગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી” અને ત્યારબાદ તેને લોગો ચેંજ કરવા માટેનો નિર્ણય કર્યો હતો.
ઇનસ્ટાગ્રામ તેના કેટલાક એવા ફીચર્સના કારણે લોકોના દિલ પર રાજ કરે છે જેના દ્વારા લોકો વધુ લોકો સુધી જોડાઈ છે. તેના ફોલ્લોવર્સ,લાઈવ,૨૪ કલાક માટે મુકાતી સ્ટોરી, વગેરે…
ઇનસ્ટાગ્રામ પર લગભગ એક અબજ વપરાશકર્તાઓ છે મોટાભાગના અન્ય આધુનિક સામાજિક ચેનલોની જેમ, ઇનસ્ટાગ્રામ એ સુવિધાઓથી ભરપૂર છે.
તેના અલગ અલગ કેટલાક ફીચર્સ છે જેમકે
૧)15 સેકન્ડ સુધી વિડિઓ રેકોર્ડિંગ
૨) ફોટો 10 સેકંડ સુધી જોઈ શકાઈ
૪)સ્ટોરી અંદર સમયે તેમાં ડાયરેક્ટ મેસેજિંગ થઈ શકે છે
૫) તમારા વ્યક્તિગત કૅમેરા રોલમાંથી ફોટા અને વિડિઓઝને અનલૉક કરવા માટે કૅમેરા સ્ક્રીન પર નીચે સ્વાઇપ કરો (તમે ફક્ત છેલ્લા 24 કલાકથી તમારા કેમેરા રોલ પરની સામગ્રીને ઍક્સેસ કરી શકો છો)
૬) તમે દૃશ્યોની કુલ સંખ્યાને ટ્રૅક કરી શકો છો અને વપરાશકર્તાઓએ તમારી સામગ્રી શામેલ કરી છે.
૭) જેમાં તમે તમારા ફોટોસ ઉપલોડ કરી શકો છો જેને અલગ અલગ ઇફેક્ટ પણ આપી શકો છો.
ઇનસ્ટાગ્રામના ફોલ્લોવર્સનો લોકોમાં વધુ ક્રેઝ છે તો આજે આપણે ભારતના કેટલાક એવા વ્યક્તિ વિષે જાણીશું જેના ઇનસ્ટાગ્રામ પર વધુ ફોલ્લોવર્સ છે.