દુનિયામાં ફરવા માટે તો ઘણા બધા સ્થળો અને ઘણી બધી જગ્યાઓ આવેલી છે. પરંતુ આજે આપણે એવા શહેરની વાત કરીશુ જેનાથી દરેક લોકો અજાણ હશે. આ શહેર અનોખુ તો છે જ પરંતુ તે જમીનની નીચે વસેલુ છે તમે પણ જવા ઇચ્છતા જ હશો દુનિયાના આ અનોખા શહેરમાં કે જે બીજા શહેરોથી અલગ હોય. જમીન પર અને હવામાં તો દરેક લોકોએ ફરી લીધુ હશે પરંતુ હવે ફરવાનુ છે. જમીન નીચે આવેલા આ શહેરમાં
આ અનોખુ શહેર છે. ઓસ્ટ્રેલિયાનું કુબેર પેડી ટાઉન. ઓસ્ટ્રેલિયાનું આ શહેર જમીનની અંદર વસેલું છે. એડીલેટથી ૮૦૦ કિ.મી.ની દૂર પર પૂર્વમાં વસેલુ આ શહેર ખૂબ એકાંતમાં છે. અહીં આસપાસ મ‚સ્થલ પણ છે. એવામાં લોકોએ રહેવા અને ખાવાપીવા માટે જમીનની નીચે એક શહેર વસાવી લીધુ છે.
આ વિસ્તાર ૧૯૧૫ની સાલમાં ચર્ચામાં આવ્યો હતો. આ શહેરના વિસ્તારમાં દૂધિયા રંગના પથ્થરો મળી જેટલા દૂધિયા પથ્થરો આ જ વિસ્તારમાંથી મળે છે. એવામાં અહીં ઘણી સુરંગો પણ બની ગઇ છેે. આથી લોકોએ હવે અહીંયા રહેવા માટેનો રસ્તો પણ શોધી લીધો છે.
ગરમીમાં અહીનું તાપમાન ૪૦ ડિગ્રીથી પણ વધી જાય છે. અહીંની ભારે ગરમીથી બચવા માટે ત્યાંના સ્થાનિક લોકોએ જમીનની નીચે ઘર બનાવવાનો નિર્ણય કર્યો. એમાં લગભગ ૪ હજાર જેટલા લોકો જમીનની નીચેના આ વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા અને હવે તો અહીંયા એક નાનકડુ શહેર વિકસી ચુક્યું છે.
જમીનની નીચે જ હોટલ, કસીનોથી લઇને પુલ અને ગેમ રમવા માટેની બધી જ સુવિધાઓ મળી રહે છે. અહીંયા નીચે એક મ્યુઝીયમ પણ બનાવવામાં આવ્યું છે જે લોકોને ખૂબ આકર્ષિત કરે છે. આ વિસ્તારના રહેવાસીઓ પણ ઘણા ખુશ રહે છે.