પ્રાચીનકાળમાં પાણીઓનો સંગ્રહ કરવા માટે ઘણી વાવ બનાવામાં આવી હતી. આ વાવો માંથી આજે પણ કેટલીક પોતાની સુંદરતા અને આકર્ષણ કહાનીઓને લઇને પ્રચલીત છે. આજે આપણે એક એવી જ વાવની વાત કરીશું જે પોતાની સુંદરતા અને રહસ્યમય કહાનીના લીધે લોકપ્રીય છે.
ગાંધીનગર સ્થિત અડાલજની વાવનું નિર્માણ રણવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાવમા આજે પણ વાસ્તુકળાની છબી તમને સ્પષ્ટપણે જોવા મળે છે. આ વાવએ સ્થાપત્યકળાનું એક અદ્ભુત ઉદાહરણ છે. આ વાવમાં ભારતીયશૈલી સાથે-સાથે ઇસ્લામીક શૈલીનો પણ સારી રીતે દર્શાવામાં આવી છે.
આ વાવમાં વાસ્તુકળાનું ઉદાહરણ પુરુ પડતા ૧૬ સ્તંભો છે. આ વાવમાં સુરજનો પ્રકાશ ઘણા ઓછા સમય સુધી જોવા મળે છે.
આ વાવ સાથે એક કહાની પણ જોડાયેલી છે. કહેવાય છે કે આ વાવને રાજા રણવીર સિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે એક મુસ્લિમ સુલ્તાને તેમના પર હુમલો કર્યો હતો. આ યુધ્ધમાં રાજા રણવીર સિંહ માર્યા ગયા હતા. આ મુસ્લિમ સુલ્તાન રાજાની પત્ની ‚દાભાઇની સુંદરતા પર મોહિત થઇ ગયો હતો અને તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ‚દાબાઇએ એ શરત મુકી કે આ વાવનું નિર્માણ નક્કી સમયે પુરુ લઇ જાવુ જોઇએ ત્યારે આ મુસ્લિમ સુલ્તાને આ વાવનું નિર્માણ પુરુ કરાવ્યું હતું. વાવનું નિર્માણ પુરુ થતા જ રાણી ‚દાબાઇએ આ વાવના પાંચમા માળેથી ઝપલાવ્યુ હતું. કારણકે રાણી ‚દાબાઇ મુસ્લિમ સુલ્તાન સાથે લગ્ન કરવા ન હોતા ઇચ્છા કહેવાય છે કે આજે પણ આ વાવ પાસે રાણીની આત્મા ભટકે છે. આ વાવ સિવાય અહીં પાસમાં આવેલું ત્રિમંદિર પણ પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે.