ભારતના લોકપ્રિય હિલ સ્ટેશનની વાત આવે ત્યારે સૌથી પહેલા નામ ઉટીનું જ આવે છે. આ હિલ સ્ટેશન તામિલનાડુમાં આવેલું છે. આ હિલ સ્ટેશન પર પર્યટકો વઘુ ઠંડીની સિઝનમાં જાય છે કારણ કે આ મૌસમમાં અહીનું વાતાવરણ ઘણું શાનદાર હોય છે.
ઉટીમાં –પર્યટકો માટે બઘું જ મળી રહે છે. પરંતુ જે વસ્તુ વઘુ ફેમસ છે આ છે ઉટીનું ઝરણું. આ ઝરણનું નિર્માણ અહીના પહેલા કલેક્ટર જોન સુવિલિયનએ કરાવ્યુ હતું. આ ઝરણું લગભગ 2.5 કિલોમીટર લાંબુ છે. આ ઉપતંત ફિશિંગનો શોખ રાખવા વાળા લોકો માટે પણ આ ઝરણું ઘણું ખાસ છે. કારણ કે તેમણે બોટિંગ સાથે ફિશિંગ પણ કરી શકે છે.
સાથે જ ઉટી વાઇલ્ડ લાઈફ લવર્સ માટે પણ એક આદર્શ હોલિડે ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. અહીથી લગભગ 60 કિલોમીટર દૂર મદુમલાઇ નેશનલ પાર્ક સ્થિત છે. જ્યાં ટાઈગર,લેપર્ડ,હાથી અને હરણ જેવા ઘણા જાનવરોને તેમના પ્રાકૃતિક માહોલ માં જોવાનો મોકો મળે છે.
આ ઉપરાંત અહી દોડબેટ્ટા ચોટી પણ એક પ્રમુખ ટુરિસ્ટ કેન્દ્ર પણ છે. આ ચોટીને અહીની સૌથી મોટી ચોટી કહેવામા આવે છે અને આ સમુદ્ર ની 2,623 મીટર ઉપર છે. ઉટીથી ડોડાબેટ્ટા લગભગ 10 કિલોમીટરની દૂરી પર છે.