રાજસ્થાનની સંસ્કૃતિ કલર, નૃત્ય અને ગાયન માટે પ્રસિધ્ધ છે. તો ત્યાંના લોકો પણ એટલા જ રંગીલા છે. રાજસ્થાનની રાજધાની જયપુર પિંક સીટી તરીકે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે તો રાજસ્થાનનું આ બીજુ જોધપુર જે સનસિટી તરીકે ઓળખવામાં આવે છે. સુર્યનગરી તરીકે ઓળખાતા અને રાજાશાહી વખતથી વસેલા જોધપુરમાં એક અલગ જ માહોલ દેખાય છે. તો આ એક બ્લુ સિટી પણ છે.

ઘરની દિવાલો પર રજવાડી ચિત્રકારી, પથરીલી પાટોથી બનાવેલી છત, આ બધામાં સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એટલે એક સરખા બ્લુ અંગે રંગાયેલા તમામ મકાનો, રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે બ્લુ રંગથી તાપ સામે રક્ષણ મેળવી શકાય છે. જોધપુરની આ વિશેષતાને વધુ સારી રીતે જોવી હોય તો શહેરને અડીને ઉભેલા મહેરાનગઢ પર ચડવું પડે. આટલા બધા વાદળી રંગના ઘરો જાણે એકસાથે લોકોને આવકારતા હોય ‘પધારો-આ’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.