તહેવારોની સિઝનમાં બધી છોકરીઓને ઇચ્છતી હોય તે વધુ સુંદર લાગી શકે અને તેના માટે તે ઘણા પ્રયત્નો પણ કરતી હોય છે સારા ડ્રેસ પહેરી, મેકઅપ કરી પરંતુ જ્વેલેરી દ્વારા ડ્રેસને એક કમ્પ્લિત લૂક આવે છે.આજે અમે તમારા માટે વિવિધ ઇયરિંગ્સની ટિપ્સ લઈ આવ્યા છીએ જેથી તમે તેને આરામદાયક રીતે પહેરી શકો.
૧) : જ્યારે પણ આપણે પાર્ટીમાં જઈ ત્યારે ઉતાવળ સમયે આપણને ઇયરિંગ્સ પહેરવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતો હોય છે. એવા સમયે આપણે કાનની પાછળની સાઇડ કોઈ પણ મોઇસ્ચરાઇઝર ક્રીમ લગાવીને જો ઇયરિંગ્સ પહેરીએ તો કોઈ પણ સમસ્યા થતી નથી.
૨) : જ્યારે પણ આપનું એક ઇયરિંગ્સ ખોવાઈ જાઈ છે ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે બીજા ઇયરિંગ્સને પણ ફેંકી દઈએ, પરંતુ આપણે તેનો એક બ્રોચ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.
૩) : જો તમારા ઇયરિંગ્સનું લોક ખોવાઈ ગયું હોય તો વ્હાઇટ ટેપનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે તમારી કાનની પાછળ સફેદ ટેપ લગાડી અને પછી તમે તમારી ઇયરિંગ પહેરી શકો છો.