વિશ્વમાં ઘણી બધી રહસ્યમય જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓથી આપણને પાછલા સમયની ઘણી બધી માહિતીઓ મળી શકે એમ છે. જો કે અમુક એવા રહસ્યો છે જેને દુનિયાના વૈજ્ઞાનિકો પણ તાગ મેળવી શક્યા નથી. સહારાના રણમાં બનેલ પત્થરોના સ્થાપત્ય હોય કે ચીની મોઝેક લાઈન આ રહસ્યોના ઉકેલ હજુ અંકબંધ છે.

કેલિફોર્નિયાની ડેથ વેલીમાં અમુક પથ્થરો આપમેળે ખસતા જોવા મળે છે. આ ખસતા પથ્થરોનો ઉકેલ નાસાના વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્ય નથી. અહીનો રેસટ્રેક ૨.૫ માઈલ ઉત્તર થી દક્ષિણ અને ૧.૨૫ માઈલ પૂર્વથી પશ્ચિમ સુધી બિલકુલ સપાટ છે પરતું અહીના પથ્થરો આપમેળે ખસે છે. અહી ૧૫૦થી વધુ પથ્થરો આવેલા છે. ઘણા એવું માની રહ્યા છે કે ખુબ ઝડપી પવનોને કારણે પથ્થરો આપમેળે ખસે છે.

૧૯૯૮ માં રશિયાના વૈજ્ઞાનિકો દક્ષિણ પશ્ચિમ મોસ્કોથી લગભગ 300 કિમી દુર એક ઉલ્કાના અવશેષોની તપાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓને એક પથ્થરનો ટુકડો મળ્યો જેમાં લોખંડનો સ્ક્રૂ જોડાયેલો હતો. ભૂ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ પથ્થર ૩૦ કરોડ વર્ષ જુનો હતો ત્યારે કોઈ મનુષ્ય જાતી અસ્તિત્વ ધરાવતી નહોતી. તે વખતના સમયમાં પૃથ્વી ઉપર ફક્ત ડાયનાસોર જોવા મળતા હતા.પથ્થરની વચ્ચે લોખંડનો સ્ક્રુ સ્પષ્ટ દેખાઈ આવે છે જેની લંબાઈ એક સેમી અને વ્યાસ ત્રણ મીલીમીટર છે.

વિશ્વમાં થયેલી સૌથી રહસ્યમય શોધખોળમાં આ વસ્તુએ વૈજ્ઞાનિકોને સૌથી વધુ અચંબિત કર્યા છે. લોખંડનો કરોડો વર્ષ જુનો હથોડો વૈજ્ઞાનિકોને અમેરીકા માંથી મળી આવ્યો હતો. લાઈમસ્ટાઇનની ખાણોમાં શોધખોળ દરમ્યાન આ હથોડો મળી આવ્યો હતો. ત્યારબાદ આ હથોડાને પ્રયોગશાળામાં પરીક્ષણ અર્થે લઇ જવામાં આવ્યો હતો. પરીક્ષણ દરમ્યાન જાણવા મળ્યું હતું કે અંદરનું લાકડાનું હેન્ડલ સંપૂર્ણપણે કોલસાનું બની ગયું હતું મતલબ કે તે કરોડો વર્ષ જુનો હોવો જોઈએ તેવા તારણ ઉપર વૈજ્ઞાનિકો આવ્યા હતા. આ ઉપરાંત આ હથોડામાં રહેલા લોખંડની ગુણવતા એકદમ શુદ્ધ હતી. હજુ સુધી આટલું શુદ્ધ લોખંડ ધરતી ઉપર મળી નથી આવ્યું. વૈજ્ઞાનિકો આ હથોડાને કરોડો વર્ષ જુનો માને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.