xiaomi દુનિયાનું સૌથી સસ્તુ ૩૨ ઇંચનું સ્માર્ટ ટીવી લોન્ચ કર્યુ છે લોન્ચ કરવાની સાથે જ કંપની આ સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ આપી રહી છેxiaomi mi tv 4A વજનમાં પણ હળવું છે તેનુ વજન કુલ ૩.૯ કિલોગ્રામ છે. કંપનીએ આ સ્માર્ટ ટીવીની કિંમત ૧૦૯૯ પુઆન (અંદાજીત ૧૦,૫૦૦ ‚પિયા) રાખી છે. આ સ્માર્ટ ટીવીને ૨૩ જુલાઇએ સેલ કરવામાં આવશે. આ સાથે સ્માર્ટ ટીવી પર ૧૦૦૦ ‚િ૫યાનું ડિસ્કાઉન્ટ પણ આપશે.

-xiaomi mi tv 4A માં વજન હળવો કરવા માટે પ્લાસ્ટિક હોજિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડ સાથે તેનું વજન ૩.૯૪ કિલોગ્રામ થાય છે. તેના ફિસર્ચની વાત કરીએ તો ૩૨ ઇંચ ડિસ્પ્લે સાથે ૧૫ ગીગાહર્ટઝનું ક્વાડકોર પ્રોસેર મેલ જીપીયુ સાથે આપવામાં આવ્યું છે.

– દમદાર સાઉન્ડ માટે ૫ વોટના ૨ સ્ટીરીયો સ્પીકર સાથે 1266 * 768  પિક્સલ રિઝોલ્યુશન તેમજ ૧ જીબી રેમ આપવામાં આવી છે. અને આ ટીવીમાં તમને ૧૭૮ ડિગ્રીના એન્ગલથી પણ પિક્ચર ક્યિર દેખાશે ૩૨ ઇંચનું આ ટીવી કંપનીનું સૌથી નાનું મોડલ શાઓમી ટીવી હાલમાં માત્ર ચીનના માર્કટમાં જ ઉપલબ્ધ છે. તેમજ આ ટીવીને પણ પહેલા ચીનમાં જ સેલ કરાશે. ભારતમાં પોતાની ટીવી સીરીઝને લઇને ક્યારે આવશે તે અંગે કોઇ જાણકારી આપી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.