ઘણા પ્રકારના સ્વાસ્થયના લાભના કારણે રીંગણ ઘણા લોકોની ફેવરીટ શાકભાજી હોય છે. કેટલીક શોધથી એ વાત સામે આવી છે કે રીંગણમાં બીજા છોડની તુલનમાં વધારે નિકોટીન મળી આવે છે. એવામાં આ સવાલ જરૂર ઉભો થાય છે કે શું રીંગણ સ્વાસ્થ્ય માટે સારું છે? પણ અમે તમતે જણાવી દઈએ કે નિકોટીનની ઘણી ઓછી માત્રામાં મળી આવે છે અને તેનાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. એક વાર તમે રીંગણથી થનાર ફાયદા વિશે જાણશો તો તમારા મનમાં તેના સારા કે ખરાબ હોવાનો પ્રશ્ન જ નહી આવે.
- રીંગણમાં વધારે માત્રામાં એંટીઓક્ટીડેંટ મળી આવે છે, જેનાથી તે ફ્રી રેડીકલ્સથી લડે છે. રીંગણમાં મળી આવતા એંટીઓક્સીડેંટમાં ક્લોરોજેનિક એસિડ મુખ્ય છે જે ફ્રી રેડીકલ્સ પર અસર કરીને બીમારીને રોકે છે.
- રીંગણના નિયમિત સેવનથી કોલેસ્ટોરોલના સ્તરને પણ ઓછો કરી શકાય છે.
- રીંગણનો એક મુખ્ય સ્વાસ્થ લાભ છે. રીંગણમાં ફાઈટોન્યૂટ્રીએન્ટ મળી આવે છે જે સેલ મેંબરેંસને કોઈ પણ રીતના નુકશાનથી સુરક્ષિત રાખે છે. સાથે જ તેનાથી યાદદાસ્ત પણ સારી થાય છે.
- રીંગણ તમને ઈન્ફેકશનથી પણ દૂર રાખે છે. તેમાં વધારે માત્રામાં વિટામીન સી મળી આવે છે જે કે ઈન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે. તમે રીંગણને તમારા ખોરાકમાં સામેલ કરીને આ લાભ ઉઠાવી શકો છો.
- રીંગણમાં વધારે માત્રામાં મિનરલ્સ, વિટામીન અને ખોરાક સંબધી ફાઈબર મળી આવે છે. તે ડિટોક્સીફિકેશનમાં મદદ કરે છે, જેનાથી ત્વચામાં નિખાર આવે છે. રીંગણની સપાટી પર મળી આવનાર એંથોસિયાનીન એક શક્તિશાળી એંટી-એજિંગ હોય છે.
રીંગણમાં ઘણી માત્રામાં પાણી મળી આવે છે. તેનાથી તમારી સ્કિનને હાઈડ્રેટ રાખવામાં મદદ મળશે. સાથે જ રીંગણના સેવનથી તમે ડ્રાઈ સ્કિન અને તેનાથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો પણ મેળવી શકશો