એન્ટાર્કટિકામાં પાણીની જગ્યાએ લોહીના રંગ જેવું નીકળે છે. એન્ટાર્કટિકામાં હમેશાં બરફ જામેલો રહે છે અને ત્યારે આવું વોટરફોલ મળે છે, જેમાં પાણીનો રંગ લોહી જેવો હોય છે તે આશ્ચર્યજનક છે. આ વાત સાચી છે એન્ટાર્કટિકાની મેક-મરડોની ઘાટીમાં આવેલું ટોયલેર ગ્લેશિયરમાં એક આવું વોટરફોલ છે, જેમાંથી નીકળતું પાણીનો રંગ લોહી જેવું લાલ હોય છે.
આ વોટરફોલનું નામ આ કારણથી બ્લડ ફોલ રાખવામાં આવ્યું છે.
૧૯૧૧ માં અમેરિકાના જીવ વિજ્ઞાની ગ્રિફીથ ટોયલરે કરી હતી. આ બ્લડ ફોલ પાંચ માળનું મકાન જેવું ઊંચું છે. તેના પાણીમાં ૧૭ પ્રકારના સુક્ષ્મજીવાણુઓ જોવા મળે છે. જીવવિજ્ઞાનિકોના મુજબ, ગ્લેશિયરના નીચે વહેનારી ઝીલ જામીને ગ્લેશિયરમાં ફેરફાઈ ગઈ છે અને ગ્લેશિયરમાં ભંગાણ પડવાથી પાણી ધીરે-ધીરે વહે છે અને પાણીમાં રહેલું આયરન ઓક્સાઈડ હવાના સંપર્કમાં આવીને લાલ રંગનું થઈ જાય છે, જેનાથી પાણીનો રંગ લોહી જેવો દેખાઈ છે.