ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરતી ફ્લિપકાર્ટ અને અમેઝોન કંપનીઓ પ્રજાસત્તાક દિવસ – 2019 નું સેલ 20 જાન્યુઆરી, રવિવારના રોજ એટલે આવતીકાલથી શરૂ કરી રહી છે. બંને ઓનલાઇન સ્ટોર ચલાવતી કંપનીઓ માટે પ્રજાસત્તાક સેલ નવા વર્ષનું એક મોટું સેલ બનશે. ફ્લિપકાર્ટ અને અમેઝોન બંને કંપનીઓ પ્રજાસત્તાક સેલમાં ઓનલાઇન ગ્રાહકોને મોબાઇલ ફોન, લેપટોપ્સ, ટેબલેટ્સ તેમજ અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણોમાં મોટું વળતર કે ડિસ્કાઉન્ટ આપીને ફાયદાઓ આપવાના દાવા કરી રહી છે.
જો કે ઓનલાઇન કંપનીઓ એમ પણ કહી રહી છે કે જેવું સેલ 20 જાન્યુઆરીથી શરૂ થાય તે દિવસેથી જ ગ્રાહકો ઓનલાઇન મનગમતી વસ્તુઓ બીજાઓ કરતા વહેલી બુક કરાવીને સરળતાથી મેળવી શકે છે, મતલબ – વહેલો તે પહેલો -એમ ઓનલાઇન ખરીદીમાં પણ આ રીતે ખરીદી કરવી ફાયદાકારક બની રહેશે, એવું બંને ફ્લિપકાર્ટ અને અમેઝોન કંપનીઓ જણાવે છે. ફ્લિપકાર્ટનું સેલ 20 -22 જાન્યુઆરી સુધી અને અમેઝોન ઓનલાઇન સેલ 20 -23 જાન્યુઆરી એટલે કે એક દિવસ વધારે રહેશે.
* ઓનલાઇન શોપિંગ વખતે કેટલીક યાદ રાખવાની વાત *
*ઓનલાઇન શોપિંગની મજા કે મેક્સિમમ ફાયદાઓ લેવા માટે ફ્લિપકાર્ટ અને અમેઝોન બંને કંપનીઓ માટે-sign up for Flipkart Plus and Amazon Prime.
*વહેલો એ પહેલા ધોરણે પહેલા દિવસથી જ તમારી ખરીદી કરવાની વસ્તુઓને ઓનલાઇન બુક-પરચેસ કરવા તૈયારી રાખો.
*કઇ વસ્તુઓ ઓનલાઇન બુક કરવી છે એની યાદી પહેલેથી જ નક્કી કરો અને બંને ઓનલાઇન કંપનીઓ જે તે વસ્તુઓ કે ઉપકરણો પર કેટલા રૂપિયાની છૂટ આપે છે એ પણ અભ્યાસ કરો.
*જ્યારે ફ્લિપકાર્ટ અને અમેઝોનનું સેલ લાઇવ થાય ત્યારે તમે ઓનલાઇન બંને કંપનીઓની એપ્સ પર સાઇન ઇન કરેલું રાખીને તરત વસ્તુઓનો ઓર્ડર બુક કરાવો.
*કંપનીઓ વસ્તુઓ પર બન્ડલ્ડ ઓફર્સ આપતી હોય છે જેમાં ફાયદાઓ થવાનો ચાન્સ વધારે છે, એ બાબતને ધ્યાનમાં રાખો.
*અમેઝોન કંપનીએ પ્રજાસત્તાક સેલ માટે *HDFC Bank* સાથે ટાઇ અપ કરીને તેના ડેબિટ, ક્રેડિટ એને ઇએમઆઇ ટ્રાન્સેક્શન પર 10 ટકાની છૂટ આપવાની છે જ્યારે ફ્લિપકાર્ટે State Bank of India ના ક્રેડિટ કાર્ડ ધારકોને 10 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે.