રમજાનનો મહિનો મુસ્લીમ ધર્મના લોકો માટે ખુબ મહત્વનો હોય છે આ મહિનામાં મુસ્લીમ લોકો રોઝા રાખે છે. મુસ્લીમ ધર્મના લોકો માટે આ મહિનો ખુબ પવિત્ર માનવામાં આવે છે.
રમજાન ઇસ્લામિક હીજરી કેલેન્ડરનો નવમો મહિનો છે અને મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ (રોજા) રાખે છે જે ઇસ્લામિક માન્યતા અનુસાર મહમદ પયગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી મનાવાય છે. રોજા ઇસ્લામ ધર્મના પાયાના પાંચ સ્થંભોમાંના એક ગણાય છે. આ મહિનો ૨૯-૩૦ દિવસ લાંબો હોય છે, જે ઇદના ચંદ્રના દેખાવા પર આધારિત છે.
ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું, પીવું, ક્રોધ, જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે. રોજા એટલે ફક્ત ખાવુ,પીવાનું બંધ રાખવુ નહી, પરંતુ એ બધા જ કામોથી રોકાઇ જવું જેનાથી અલ્લાહ રોકે છે.
રોઝા રાખવાના નિયમો ખુબ આકરા હોય છે આ સમય દરમ્યાન કાઈ પણ ખાવા-પીવાની છૂટ હોતીં નથી. વિશ્વના બધાજ ઈસ્લામી દેશો રોઝા રાખે છે.
ઇસ્લામમાં ચાંદ નું મહત્વ વધારે હોય છે. રમજાનની શરૂઆત ચાંદને જોઇને થાય છે.રોઝના સમય દરમિયાંન સુરજ ઉગ્યા પહેલા અને સુરજ આથમ્યા પછી રોઝા ખોલી શકાય છે. આખા દિવસ નું વ્રત ખજુર અને પાણી પીને તોડે છે.
રંમજાનની શરૂઆત ચાદને જોઇને થાય છે રંમજાનનો છેલ્લો દિવસ ઇદ -અલ-ફિત્તરેના રૂપમાં મનાવાય છે. રામજાનનું કૅલેન્ડર ચંદ્રને જોઈને નક્કી કરવામાં આવે છે, જ્યારે સીવીલ કેલેન્ડર સૂર્ય આધારિતહોય છે.
રંમજાનનો મહિનો અંગ્રેજી મહિનાથી 11-12 દિવસ પહેલા શરૂ થાય છે કારણ કે ચંદ્રનું વર્ષ (લુનર વર્ષ) સૂર્યનું વર્ષ (સોલર ઇયર) થી ટૂંકા હોય છે.. રામજાનના મહિનો મુસ્લિમ ધર્મની પાંચમું મહત્વનો સ્તંભ છે.
રંમજાનના મહિનાઓમાં જુદા જુદા દેશોમાં નિયમો પણ બદલાયા છે. ઇજિપ્તમાં આ મહિનોમાં ઘડિયાળ એક કલાક આગળ રાખવામાં આવે છે. જેથી સાંજે રોઝા વહેલા ખોલી શકાય. સાથે સાથે ઓફિસમાં કામ કરવાનો સમય પણ ઘટાડવામાં આવે છે જેથી લોકો માટે અલ્લાહ કે ઇનાતતમાં સમય વધુ મળી શકે.
ઘણા મુસ્લિમ દેશોમાં દિવસ મોટો હોય છે અને ચંદ્ર મોડો નીકળે છે તેથી તે લોકો મક્કાના સમયને આધારે રોઝા રાખે છે. આ મહિનામાં ખરીદીનું પ્રમાણ વધુ હોવાથી વસ્તુના ભાવ માં વધરો જોવા મળે છે સુરજ આથમ્યા પછી રોઝા ખોલવામાં આવે છે તેને ઇફ્તાર કહેવાય છે અને સુરજ ઉગ્યા પહેલ કઈક ખાયને રોઝાની શરૂઆત કરે છે તેને સહરી કહેવામાં આવે છે
રોઝા રાખવાના આકરા નિયમોમાં કેટલીક છૂટ આપવમાં આવે છે જો તમે મુસાફરી કરો છો કે અસ્વસ્થ છો તો પછી રોઝા રાખી શકો છોજો તમે ભૂલથી કઈક ખાઈ લીધું અથવા જબરજસ્તીથી ખવડાવે તો રોઝા તૂટતા નથી. ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધ લોકો માટે રોઝા ના રાખવાની છૂટ હોય છે
રામઝાનના દિવસોમાં લડાયક ઝઘડાને જોતા પણ નથી આ મહિનામાં વધુને વધુ અલ્લાહની ઈબાદતમાં સમય પસાર કરવામાં મને રામઝાનના પાક(પવિત્ર) મહિનાને શબ-એ-મેરાજ કહેવાય છે રોઝાના દિવસોમાં રાત્રે 9:૦૦ વગ્યાની નમાઝને વિસેસ માનવામાં આવે છે.