લાખોટા કોઠાનો ઇતિહાસ જોઇએ તો લાખોટા તળાવની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર લાખોટા કોઠો સ્થિત છે. ઇ.સ.૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૬૪ ના નિષ્ફળ ચોમાસ દરમિયાન શ્રી જામ રણમલજી-૨ ના હુકમથી આ કોઠાનું દુષ્કાળ રાહત માટે નિર્માણ થયેલ છે. હકીકત તો એવી છે કે આ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું. જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયો હતો. આ કિલ્લો હવે લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે અને તે હાલમાં લાખોટા મ્યુઝિયમ ધરાવે છે. ઇ.સ.૧૯૬૪માં નવાનગર રાજયના પુરાતત્વ વિભાગ દ્વારા આ સંગ્રહાલયનું નિર્માણ કરાયુ હતું.
ભૂતકાળમાં આવેલ ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલ કોઠાની જાળવણી અનિવાર્ય હતી. પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃસંગ્રહિત કરવા તેમજ સંગ્રહાલયનું કાયાકલ્પ કરીને સ્થાપત્યના સાચા મહિમાના ગંતવ્યને ફરી સ્થાપિત કરવા જરૂર હતા.
મુખ્ય લાક્ષણિકતાઓ જોઇએ તો જામશ્રી રાવળજીની પ્રતિમા, દેરાણી જેઠાણી સ્મારક, ધ્વજાદંડ, ઝરૂખાઓ, કમાનો,ઘડિયાલી કુવો, જામશ્રી રણજીતસિંહજીની પ્રતિમા અને દિગ્જામ આરસો, રણમલ તળાવ પરની છત્રીઓ, જામશ્રી દિગ્વિજયસિંહજીનીપ્રતિમા, પ્રવેશદ્વાર, કૂંક મારીને નીકળતું પાણી, કાષ્ટ ચિત્રકલા, કાષ્ટ કોતરણીવાળી કમાનો, કાષ્ટ પુલ(લાકડાનો પુલ) આ પ્રદેશની જૂનવાણી પધ્ધતિથી રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, કોઠાની અંદર તેમજ બહારના પાથવેનું ફલોરિંગ વર્ક, કોઠાના આગળ તેમજ પાછળની અટારીઓ, ધ્વજા દંડ તેમજ દેરાણી જેઠાણી સ્થાપત્યનું રી પ્રોડકશન વર્ક, કોઠાના દરેક બારી – દરવાજા તેમજ છતમાં રહેલ લાકડાનું કન્સોલીડેશન વર્ક, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, મ્યુઝિયમમાં તમામ પૌરાણિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવાનું કામ, જામનગરના એકમાત્ર સંગ્રહાલય માટે વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર માટે મૂકવામાં આવેલ છે.
લાખોટા કોઠા પર જુદી જુદી જગ્યોઓએ રણમલ તળાવના વિભિન્ન દ્રશ્યો અને ખાસ કરીને બર્ડ વોચર્સ માટે બાઇનોકયુલર્સ ગોઠવવામાં આવેલ છે, લાખોટા કોઠાની બંને બાજુએથી સરળતાથી પ્રવેશ તેમજ નિકાસ માટે આકર્ષક પ્રવશેદ્વાર બનાવવામાં આવેલ છે. લાખોટા કોઠા સ્થાપત્યનું સંપૂર્ણ લાઇટીંગ અને ઇલેકટ્રીફિકેશન વર્ક, લાખોટા કોઠા તેમજ રણમલ તળાવના જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. નગરનું જૂનામાં જૂનું વર્ણન ઈ.સ. ૧૫૮૨-૮૩માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે. કાવ્યના સર્જક વેણીનાથ યા વાણીનાથે એક શ્લોકમાં જામનગરનું વર્ણન કાંઈક આવું કર્યું છે. નગર વેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતાં તળાવ અને તરેહ તરેહનાં ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. કવિએ જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહ્યું છે.
હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. ૧૮૨૦થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે. જામનગરની ધરતી ઉપર ઈ.સ. ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં, જનતા ભૂખમરાનો ભોગ બની. પશુઓ ટપોટપ મરવા લાગ્યાં. આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો. જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૬માં નવાનગર રાજ્યે કરી હતી. સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.
આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯થી ૧૮મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધસામગ્રીનો સંગ્રહ થયેલો છે. લાખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લાખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે.
જે શસ્ત્રો માટે જાણીતું છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે, જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે. જામ રણમલજીના આદેશ પર દુષ્કાળમાં રાહત મેળવવા માટે મિનારનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં વર્ષ ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬માં આ ક્ષેત્રમાં વરસાદ નહોતો થયો. આ સંગ્રહાલય લોકોને જોવા માટે સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લું રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com