વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉદ્યોગ સંગઠન CIIના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ-1માં પ્રવેશ કર્યો છે.
ઈકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે. આઠ દિવસ પછી બીજો મોટો ભાગ ખુલશે એટલે કે રીકવરીની શરૂઆત થઈ ગઈ છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે “125 વર્ષમાં CIIને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તેને હું અભિનંદન આપીશ. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન. કોરોનાના આ સમયગાળામાં, આના જેવી ઓનલાઇન ઇવેન્ટ્સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે.
તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બેકથી આગળ વધીને કહીશ… વી આર ગેટિંગ ગ્રોથ બેક. તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે.
Re-strengthening economy against Corona is one of our highest priorities. For this, the government has taken immediate decisions. We have also taken decisions which will help the country in the long run: PM Narendra Modi pic.twitter.com/z7CfzPkIj2
— ANI (@ANI) June 2, 2020