એક ગામ એવું છે જ્યાં પુરુષોનો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ૨૬ વર્ષથી આ ગામમાં માત્ર મહિલાઓ રહે છે.કેન્યાના સમબુરુનું ઉમોજા ગામ દુનિયાનું સૌથી અનોખું ગામ છે કેમકે ત્યાં પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. ૧૯૯૦ માં આ ગામમાં ૧૫ એવી મહિલાઓને રહેવા માટે પસંદ કરવામાં આવિ છે. જેમની સાથે બ્રિટીશ સૈનિકોએ બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ આ ગામ પુરુષોની હિંસાની શિકાર થયેલી સ્ત્રીઓનું રહેઠાણ બની ગયું છે.
ત્યાર બાદ આ ગામમાં રેપ, બાળ લગ્ન, ઘરેલું હિંસા અને સુન્નત જેવી સમગ્ર હિંસા વાળી મહિલાઓએ પોતાનું રહેઠાણ બનાવી લીધું છે. અત્યારના સમયે લગભગ ૨૫૦ મહિલાઓ અને બાળકો રહે છે. ગામમાં મહિલાઓ પ્રાઈમરી સ્કુલ, કલ્ચરલ સેંટર અને સામબુરૂ નેશનલ પાર્ક જોવા આવનાર પ્રવાસીઓ માટે અભિયાન ચલાવી રહ્યા છે. આ ગામને પોતાની વેબસાઈટ પણ છે.
રહેનાર મહિલાઓ ગામના ફાયદા માટે પરંપરાગત જ્વેલરી બનાવી વેચાણ કરે છે. તેનાથી પ્રવેશ દ્વાર પર ગામની મહિલાઓ દ્વ્રારા એન્ટ્રી ફી લેવામાં આવે છે જેનાથી આ ગામનો ખર્ચો ચાલે છે.