મોટા ભાગનો ભણેલો વર્ગ એવુ માને છે કે અંધવિશ્ર્વાસી અને કર્મહીન લોકો જ તાવીજ, ‚દ્રાક્ષ, વીંટી, યંત્ર વગેરે ધારણ કરે છે પરંતુ હકીકત તો એ છે કે આવા પ્રતિકો પહેરવાથી ઘણો લાભ થાય છે.
ઇગ્લેન્ડના હર્ટ ફોર્ડશાયર વિશ્ર્વ વિદ્યાલયના પ્રોફેસર રિચર્ડ વાઇઝમેનના નેતૃત્વમાં અમુક શોધકર્તાઓએ તાવીજ, ‚દ્રાક્ષ, વીંટી વગેરે ધાર્મિક પ્રતિકોના લાભકારી પક્ષોનું અનુમાન કર્યુ તેમાં રિચર્ડ વાઇજમેનનું કહેવુ છે કે આ બધુ પહેરવાથી ખરેખર લોકોની નિયતિમાં સુધારો આવ્યો છે.
ખરેખર આવા યંત્રો અને પ્રતિકોનો પ્રયોગ લાભદાયી રહે છે તેનાથી માણસની સકારાત્મક વિચારસણી વિકસીત થાય છે. તે પોતાના ભવિષ્યને પ્રતિ વધારે આશાવાન થાય છે અને તેનામાં આત્મવિશ્ર્વાસ પણ ઉત્પન્ન થાય છે.
આ ઉપરાંત ભારતીય પ્રતિકોની સાથે સાથે ચીનથી આવેલ અમુક પ્રતિકો જેવા કે લાફિંગ, બુધ્ધા, ડબલ હેપીનેસ, સિમ્બોલ, કૂક-લૂક-શુ ત્રણ પગવાળો દેડકો કોઇ ન વગેરેનું ચલણ વધી રહ્યું છે.
આ પ્રતિક સિધ્ધ કર્યા હોય કે ન કર્યા હોય પરંતુ વાસ્તુદોષ નિવારણમાં આ કોઇ ખાસ ઉપયોગી નથી હોતા.