ભોજનમાં આપણે ઘીનો ઉપયોગ કરતા જાણ્યું છે પરંતુ શુ વાળ માટે પણ ઘી લાભદાયક છે જી હા… નરમ, ચમકતા અને ખુબસુરત વાળ બનાવવા માટે ઘી ખૂબ ફાયદેમંદ છે અને ઘરમાં મુકેલુ ઘી જો વાળમાં લગાડવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે….

૧- ખોડાથી છુટકારો

જો તમે માથાના મૂળમાં ડેન્ડ્રફથી પરેશાન થઇ રહ્યા છો તો વાળના મૂળમાં ઘી અને બદામના તેલથી મસાજ કરવાથી ત્વચા ‚ખી નહી થાશે અને ડેન્ડ્રફનો તો સવાલ જ નહી રહે.

૨- બે મોઢા વાળા વાળ :

જો તમે બે મોઢા વાળ વાળથી પરેશાન થઇ રહ્યા છો તો તેનાથી બચવા માટે ઘીનું મસાજ ખૂબ ફાયદાકારી છે અને થોડા જ દિવસોમાં જ બે મોઢાવાળા વાળથી તમે છૂટકારો મેળવી શકશો.

૩- વાળનો વિકાસ

જો તમે લાંબા વાળ ઇચ્છો છો તો ઘીની માલીશ કરવાથી તમે સુંદર અને લાંબા વાળ મેળવી શકશો ઉપરાંત આ માલિસ ૧૫ દિવસોમાં જો ૧ વાર કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઇ શકે છે.

૪- કંડીશનર :

વાળમાં ઘી નો પ્રયોગ તમારા  માટે સરસ કંડિશનરનું કામ કરે છે. આ તમારા વાળને નરમ અને ગૂંચ વગર બનાવે છે. તેમજ કોસ્મેટીક કંડીશનર કરતા ઘીનો ઉપયોગ કરવાથી વાળને નુકશાન પણ થતુ નથી. અને તેની સાથે પ્રાકૃતિક ચમક પણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.