પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, અશોક ચક્ર
ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતા યુદ્ધના સમય માટેના વિવિધ ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવે છે.
- ભારત રત્ન એવોર્ડ
ભારત દેશના સર્વોચ્ચ નાગરિકને ભારત રત્ન પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ના સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યકિત પોતાના નામ આગળ કોઈ પદવી લખતા નથી. શરૂ આતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઈ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઈ ૧૯૫૫માં કરવામાં આવી હતી ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યકિતઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે.
- પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ
આ પુરસ્કારો ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતા પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિક ક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે, જેમ કે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકૂદ, સમાજ સેવા વગેરે. અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મવિભુષણ, પદ્મભુષણ તેમ જ ગણના થાય છે. સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.
- જ્ઞાનપીઠ એવોર્ડ
આ એવોર્ડ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ જ્ઞાન અને પીઠ પરથી રાખવામાં આવ્યું છે. આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.
- નેશનલ ફિલ્મ એવોર્ડ
સિનેમાની ફિલ્મ સંબંધિત શ્રેષ્ઠ ફિચર ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવે છે.
- આર્યભટ્ટ એવોર્ડ
વિજ્ઞાનક્ષેત્ર પ્રશંસનીય કામગીરી માટે આર્યભટ્ટ એવોર્ડ આપવામાં આવે છે.
- દાદાસાહેબ ફાળકે એવોર્ડ
ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડનું નામ ભારતીય ફિલ્મ ઉધોગના પ્રણેતા દાદા સાહેબ ફાળકેના નામ પરથી પડયું છે. જેઓની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ર્ચંદ્ર હતી.
- શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ
વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.
- જમનાલાલ બજાજ એવોર્ડ
જમનાલાલ બજાજ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી જેમને પોતાના પાંચમા પુત્ર ગણતા તેવા શ્રી જમનાલાલ બજાજ આપણા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા. બજાજ ઔધોગિક ગૃહ દ્વારા તેમની સ્મૃતિમાં જમનાલાલ બજાજ પ્રતિષ્ઠાન સ્થાપવામાં આવ્યું છે. રચનાત્મક ક્ષેત્રે સેવાઓ આપનાર સામાજિક કાર્યકરને કે સંસ્થાને અને ગ્રામ વિસ્તારમાં-વિજ્ઞાનના વ્યવહારિક પ્રયોજનને લાગતું પાયાનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કે સંસ્થાને એમ બે પ્રકારના પુરસ્કાર આપવામાં આવે છે.
- અર્જુન એવોર્ડ
વર્ષ દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે. દેશના શ્રેષ્ઠ ખિલાડીને અર્જુન એવોર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવે છે. આ એવોર્ડ ઈ.સ.૧૯૬૧થી આપવામાં આવે છે અને ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરૂ આત ઈ.સ.૧૯૮૫થી કરવામાં આવી છે.
- ધન્વંતરી એવોર્ડ
તબીબી ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ અપાય છે.
- આગાખાન એવોર્ડ
આગાખાન એવોર્ડ આર્કિટેકચર માટેનો હોય છે, જેથી શ્રેષ્ઠ આર્કિટેકને આ એવોર્ડ આપવામાં આવે છે.
- બોલોંગ એવોર્ડ
કોરોમંડલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ તરફથી કૃષિ વૈજ્ઞાનિકને અપાતો વિશિષ્ટ એવોર્ડ છે. પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલસરકારી કર્મચારી જે કોઈ અત્યંત વિશિષ્ટ પ્રકારની કામગીરી બજાવી હોય તેવી વ્યકિતને આપવામાં આવે છે.
- શ્રમરત્ન, શ્રમભુષણ, શ્રમવીર, શ્રમશ્રી અને શ્રમદેવી
ભારત સરકારના શ્રમ ખાતા તરફથી આ એવોર્ડ આપવામાં આવે છે. ઈ.સ.૧૯૮૪થી આરંભ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ દ્વારા શ્રમજીવીઓનું સન્માન કરવામાં આવે છે. આમ ભારત દેશમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને વિવિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.