આપણને બધાંને રસોડાંમાં એક વસ્તુ ખુબ જ સરળતાથી મળી જાય છે અને તે છે લીંબુ. જેમાં વિટામિન સી અને બી સિવાય ફોસ્ફરસ ભરપૂર માત્રામાં રહેલું છે. પીળા રંગના બોલ જેવું દેખાતું લીંબુ, આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે-સાથે તેમાં રહેલું ફ્રૂટ એસિડ આપણી સ્કિનમાં ગ્લો પણ લાવે છે.
ડેડ સ્કિન સેલ્સ દૂર કરવાની સાથે ચહેરા પરના ડાગ-ધબ્બા અને કરચલી ઓછી કરવા સુધી, બધામાં લીંબુ મદદગાર સાબિત થાય છે. આ નાના દેખાનારા ફળમાં કેટલાય બ્યૂટી ફાયદા છુપાયેલા છે.
બ્લિચનું કામ કરે છે –
લીંબુમાં નેચરલ વિટામિન સી અને સાઈટ્રિક એસિડ જેવા બ્લીચિંગ કોમ્પોનેન્ટ્સ રહેલા છે. એક બાઉલમાં બે ચમચી લીંબુનો રસ લો અને તેમાં બે ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદનના ભાગ પર લગાવી દો. 30 મિનિટ બાદ તેને ધોઈ લો. સારા પરિણામ માટે આ પ્રક્રિયા નિયમિત રીતે રોજ કરો.
દાંતોને ચમકાવો –
લીંબુનો રસ અને બેકિંગસોડા બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને દાંત પર રગડો. ત્યારબાદ ટૂથબ્રશને દાંત પર રગડો અને પછી તેને બરાબર ધોઈ લો.
નખને મજબૂત બનાવે છે –
શું તમારા નખ ઝડપથી તૂટી જાય છે? ત્યારબાદ વધતા પણ સમય લાગે છે? તો ઓલિવ ઓઇલ અને લીંબુનો રસ મિક્ષ કરો અને આ મિશ્રણમાં તમારા નખને થોડીવાર માટે ડુબાડીને રાખો. જો તમારી પાસે સમયની અછત હોય, તો તમે નખ પર ડાયરેક્ટ જ લીંબુને પાંચ મિનિટ સુધી રગડો અને જુઓ ચમત્કારિક પરિણામ.
ખોડાની સમસ્યાથી રાહત આપે છે –
લીંબુ, ખોડા અને ડ્રાય સ્કાલ્પની સમસ્યામાંથી છુટાકારો અપાવે છે. ઝખમને પણ ભરી દે છે – લીંબુના રસના કેટલાક ટીપાં અને એસેન્શિયલ ઓઈલથી બનેલું મિશ્રણ ઝખમને ઝડપથી ભરવામાં મદદ કરે છે.
એક સારા એક્સફોલિએટરનું પણ કામ કરે છે –
લીંબુના રસ અને ખાંડને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરો. એ તમને ડેડ સેલ્સ અને ડ્રાય સ્કિનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.
બ્લેકહેડ્સથી છુટકારો અપાવે છે –
બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે લીંબુના રસને અફેક્ટેડ વિસ્તાર પર સીધો લગાવો. ચહેરમાં રહેલું ઓઇલ કે જેનાથી બ્લેકહેડ્સની સમસ્યા થતી હોય છે, તેને લીંબુ પોતાના એસિડિક નેચરથી ઓછું કરે છે અને બ્લેકહેડ્સમાંથી છુટાકારો અપાવે છે.
વાઈપ્સ પણ બનાવી શકો છો –
લીંબુની મદદથી તમે તમારી પોતાની વાઈપ્સ પણ બનાવી શકો છો. લીંબુના રસના થોડાંક ટીપાંમાં ટી-ટ્રી એસેન્શિયલ ઓઇલ ઉમેરો. ત્યારબાદ લગભગ 150 થી 200 મીલિટર ડિસ્ટિલ વોટર પણ તેમાં ઉમેરો. હવે આ મિશ્રણમાં કોટન ડુબાડીને તમારા ચહેરા પર લગાવો.
એક્નિથી બચાવે છે –
વધતી ઉંમરની નિશાની હોય છે એક્નિ. આ સમસ્યા થવાનું સૌથી મોટું કારણ હોય છે આપણા શરીરમાં રહેલા ટોક્સિન. દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવો, એક્નિથી બચવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ત્રણ ચમચી લીંબુનો રસ અને મધ ઉમેરીને પી જાવ. તમે ઈચ્છો તો પાણી અને લીંબુના મિશ્રણને દરરોજ એક્નિવાળા એરિયામાં 15 મિનિટ સુધી લગાવીને પણ આ સમસ્યાથી બચી શકો છો.
કોણી અને ઘૂંટણની ડાર્કનેસને ઓછી કરે છે –
પિગ્મેન્ટેશનને દૂર કરવાનો સૌથી સારો ઉપાય છે લીંબુ અને મીઠાંને મિક્ષ કરીને તેનો ઉપયોગ. આ મિશ્રણને અફેક્ટેડ વિસ્તાર પર રગડો. આ પ્રક્રિયા નિયમિત રીતે કરવાથી કોણી અને ઘૂંટણમાં રહેલી કાળાશ દૂર થઈ જાય છે.