૧. અજંતા-ઇલોરાની ગુફાઓ – મહારાષ્ટ્ર…
અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર, ભારત સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે. આની સાથે જ સજીવ ચિત્રણ પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.
અજંતાની ગુફા સંખ્યા ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૫એ (અંતિમ ગુફા ને ૧૯૫૬ માં જ શોધાઈ (અને હજી સુધી સંખ્યિત નથી કરાઈ ) તેને આ ચરણમાં શોધી કઢાઈ હતી.
જમીનને છોડીને ગુફાઓમાં બધી જગ્યાએ ચિત્રો જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર નીચે ક્ષીણ થતાં ઘણાં ચિત્રોને નુકશાન થયું છે. ઘણા દિવાલ અને છત પરના ચિત્રોના પોપડા નીકળવા માંડ્યાં છે. જાતક કથા સંબધી ચિત્રો જે પિપાસુઓની સમજણ માટે મહત્ત્વપૂર્ણ છે, તેને દીવાલ પર દોરવામાં આવ્યાં છે. તેઓ ઉપદેશાત્મક છેૢ જેઓને બુદ્ધનો ઉપદેશ અને તેમના જીવનની વાતો સમાજ સુધી પહોંચાડવા માટે દોરવામાં આવ્યા છે. તેમનું સ્થાન એવું છે કે ભક્તોએ ચાલીમાં ચાલવું પડે અને ચિત્ર જોઈ તે સાથેનું વર્ણન વાંચવુ પડે. જોકે આ ચિત્રોને ખાટસવાદીયાઓથી બચાવવા આ ચાલીઓમાં પ્રવેશ વર્જિત રખાયો છે. આ વર્ણનાત્મક ચિત્ર કથાના ખંડ એક પછી બીજી એમ આવે છે પણ તે ક્રમમાં આવતા નથી. ૧૮૧૯માં સી ઈ ડીટર શીંગલોફ દ્વારા તેમેની પુનઃ શોધ પછી તેમની ઓળખ એ સંશોધનનો મુખ્ય વિષય છે, જેણે આપણા જ્ઞાનને વધાર્યું છે
૨. એલિફન્ટાની ગુફાઓ – મહારાષ્ટ્ર
એલિફન્ટાની ગુફાઓ ભારત દેશના મહારાષ્ટ્ર રાજયના પાટનગર મુંબઇ શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું એક એવુ સ્થળ છે, જે પોતાની કલાત્મક ગુફાઓને લીધે પ્રસિધ્ધ છે. એલિફન્ટામાં કુલ સાત ગુફાઓ છે.
મુખ્ય ગુફામાં ૨૬ સ્તંભ છે જેના પર શિવ ભગનાનને વિવિધ રૂપોમાં જોવા મળે છે. એલિફન્ટાનું ઐતિહાસિક નામ ધારપુરી છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્તુગીઝ લોકોએ આપ્યુ.
એમણે આ નામ અહીંયા પથ્થરમાં કોતરેલી હાથી (એલિફન્ટ) મૂર્તિને કારણે આપ્યુ. અહીં હિન્દુ ધર્મના ઘણા દેવી-દેવતાઓની મૂર્તિ છે.
૩. ગીર અભયારણ્ય, જુનાગઢ – ગુજરાત
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય જે “ગીરનું જંગલ” કે “સાસણ-ગીર” તરીકે પણ ઓળખાય છે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલ છે.
જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.
એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સુચવે છે. ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લને રક્ષણ અપાયેલ છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨ નો વધારો સુચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષની કરતા ૧૧૨નો વધારો સુચવે છે
ગીર વિસ્તારમાં હીરણ, શેત્રુંજી, ધાતરવડી, સાંગાવાડી કે શિંગોડા, મછુન્દ્રી, રૂપેણ અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. આ ઉપરાંત અહીં કેટલાક જળાશયો પણ આવેલા છે જેમાં હિરણ, મછુન્દ્રી, રાવલ અને શીંગોડા નદીઓ પરનાં ચાર બંધ બનાવવામાં આવેલ છે જેમાનો સૌથી મોટો અનામત જળસ્ત્રોત કમલેશ્વર બંધ, કે જે “ગીરની જીવાદોરી” ગણાય છે, તે મુખ્ય જળાશયો છે.
૪. સૂર્ય મંદિર, મોઢેરા – ગુજરાત
સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકૂલ છે. આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
જો આનો ઈતિહાશ જાણીએ તો સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં (વિક્રમ સંવત ૧૦૮૩) કરી હતી. તે ૨૩.૬° અક્ષાંસ પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે.આ સ્થાન પહેલા સીતા ની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.
૫. ચાંપાનેર, પાવાગઢ – ગુજરાત
ચાંપાનેર ભારત દેશનાં ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટર ના અંતરે માચી ગામ આવેલ છે, જે ઐતિહાસિક ગામ છે. ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી, જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો દ્વારા થઇ રહ્યું છે, અહી પ્રસિધ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે.
અહી ઐતિહાસિક કીલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે, જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભયારણ્યજેવા અનેક નાના મોટા સ્થળ છે.
જો આના ઈતિહાશની વાત કરવામાં આવે તો ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ ૮મી સદીમાં કરી હતી. તેણે શહેરનું નામ તેના મિત્ર અને સેનાપતિ ચાંપા (જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયો) પરથી પાડ્યું હતું. ૧૫મી સદી સુધીમાં ચાંપાનેર શહેરની ઉપરના પાવાગઢ કિલ્લાનો કબ્જો ચૌહાણ રાજપૂતો પાસે હતો. ગુજરાતનાં સુલ્તાન સુલતાન મહમદ બેગડાએ ચાંપાનેર પર ૪ ડિસેમ્બર ૧૪૮૨માં આક્રમણ કર્યું અને ચાંપાનેરની સેનાને હરાવીને શહેર કબ્જે કર્યું અને પાવાગઢના કિલ્લા પર કબ્જો મેળવ્યો, જ્યાં રાજા જયસિંહે શરણ લીધું હતું. બેગડાએ લગભગ ૨૦ મહિનાની ઘેરબંધી પછી ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લાનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ૨૩ વર્ષો સુધી ચાંપાનેરની ફરી વસાવવાનું કામ કરાવ્યું અને તેનું નામ મુહમદાબાદ રાખ્યું.
ત્યારબાદ તેણે સલ્તનતની રાજધાની અમદાવાદથી ત્યાં ખસેડી. ઇ.સ. ૧૫૩૫માં ગુજરાતના બહાદુર શાહનો પીછો કરતાં હુમાયુએ ૩૦૦ મુગલો સાથે ત્યાં ચડાઇ કરી હતી. હુમાયુએ ત્યાંથી મોટી માત્રામાં સોનું, ચાંદી અને ઝવેરાતોનો કબ્જો ખંડણીરૂપે મેળવ્યો હતો, જોકે બહાદુર શાહ ત્યાંથી દીવ ભાગી છૂટવામાં સફળ થયો હતો. મરાઠા તેમજ બ્રિટિશ સામ્રાજ્યમાં કિલ્લો અને મસ્જિદ જર્જરિત બની ગયા, જે ઐતિહાસિક ઘરોહર તરીકે આજે પણ મોજુદ છે.