અમદાવાદની મુલાકાત લેવા માટે જાપાન વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાત આવી રહ્યા છે. નોંધનીય છે કે જાપાનના પીએમ આબે તેવા પહેલા વડાપ્રધાન છે જે દેશની રાજધાની દિલ્હી નહીં પણ ડાયરેક્ટ ગુજરાતના અમદાવાદની મુલાકાત લેવાના છે. ત્યારે જાપાનના વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત દરમિયાન તે વસ્ત્રાપુર હોટલ હયાત ખાતે રોકાવાના છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જાપાનના વડાપ્રધાનની સાથે ગુજરાતની આ મુલાકાતમાં હાજર રહેશે. ત્યારે સાબરમતી આશ્રમથી લઇને બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત જેવા અનેક કાર્યક્રમમાં આ બન્ને નેતાઓ હાજરી આપશે. તો જાણો પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ અહીં.

13 સપ્ટેમ્બર

  • 3.30 PM – જાપાનના PMનું અમદાવાદ એરપોર્ટ પર આગમન.
  • 5-45 PM – સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
  • 6-00 PM – સીદી સૈયદની જાળીની લેશે મુલાકાત
  • 6-45 PM- અગાસિયા રેસ્ટોરાંમાં જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અને તેમની પત્ની સાથે PM મોદી ડિનર લેશે
  • 8 PM – હોટલ ખાતે બન્ને દેશોના વડાપ્રધાન અને મિનિસ્ટર બેઠક કરશે.

14 સપ્ટેમ્બર

  • 9: 00 AM: સાબરમતી એથટેલિક ગ્રાઉન્ડની મુલાકાત કરશે
  • 9:11 AM : બુલેટ ટ્રેનનું ખાતમૂહૂર્ત
  • 11:30 AM: દાંડી કુટીરની મુલાકાત
  • 12:00 PM – મહાત્મા મંદિર ખાતે ડેલિગેશન ટોકમાં ભાગ લેશે
  • 1:00 PM- એક્સચેન્જ ઓફ એગ્રિમેન્ટ કરી પ્રેસવાર્તા સંબોધશે.
  • 2.30 PM-જાપાન ભારત ઉદ્યોગપતિઓ સાથે વાતચીત
  • 4 PM: મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશન બૂથની મુલાકાત અને ઇન્ડિયા-જાપાન બિઝનેસ પ્લાનિંગ પર ચર્ચા
  • 6.45 PM: સાયન્સ સિટીમાં CM રૂપાણી સમતે મંત્રી મંડળ સાથે ભોજન
  • 9.20 PM: અમદાવાદ એરપોર્ટથી પરત જવા રવાના થશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.