આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે : ૧. શિયાળો, ૨. ઉનાળો અને ૩. ચોમાસું

 

૧- શિયાળો :

winter
winter

શિયાળામાં ટાઢ વાય, દાંત કકડે. ગરમ (ઉની) કપડાં પહેરવાં પડે. સવારે સુંઠ, ગોળ અને ઘીની બનાવેલી ગોળી ખાવાની મજા પડે. સામાન્ય રીતે શિયાળો ઉત્તરભારતમાં વધારે ઠંડી વરસાવે છે જયારે દક્ષીણ ભારત દરિયાથી નજીક હોવાથી ત્યાં તાપમાનમાં વધુ તફાવત જોવા મળતો નથી.

શિયાળામાં જમ્મું અને કાશ્મીરના દ્રાશ માં સોંથી નીચું તાપમાન નોંધાય છે.

– શિયાળામાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે.

૨- ઉનાળો :

Summer
Summer

ઉનાળામાં તાપ લાગે, પરસેવો વળે. ફુવારા નીચે નાવાની અને ગાવાની મજા પડે : સામાન્ય રીતે ઉત્તરભારત અને દક્ષીણ ભારતમાં લુ નાં પવનો ચાલે છે અને ક્યારેક તો તાપમાન ૪૦ થી ૪૫ ડીગ્રી સુધી પહોચી જાય છે અને માણસોની ગરમી થી મુત્યુ પણ થઈ શકે છે.

ઉનાળામાં રાજસ્થાનનાં ગંગાનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાય છે.

– ઉનાળામાં દિવસલ લાંબા અને રાત ટૂંકી હોય છે.

૩- ચોમાસું :

moonson
moonson

“આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી, ને કારેલાનું શાક !

સામાન્ય રીતે ભારત માં દક્ષીણથી ચોમાસાની શરૂઆત થાય છે અને ઉત્તરભારત સુધી દરેક રાજ્ય માં વરસાદ વરસે છે – – વિશ્વનો સૌથી વધુ વરસાદ મેધાલય ના મોશીનરમ અને ચેરાપુંજીમાં આવે છે.

આપણા દેશની પેટાઋતુઓ આ પ્રમાણે છે :

૧. હેમંત , ૨. શિશિર, ૩. વસંત, ૪. ગ્રીષ્મ, ૫. વર્ષા અને ૬. શરદ

૧. હેમંતઋતુ :

hemant season
hemant season

કારતક અને માગશર – આ બે મહિના હેમંતઋતુના. આ ઋતુમાં વાતાવરણ ખુશનુમા હોય છે. ગુલાબી ઠંડીની શરુઆત થાય છે.

૨. શિશિરઋતુ :

shishir season
shishir season

પોષ અને મહા-આ બે મહિના શિશિરઋતુના. આ ઋતુમાં ખૂબ ઠંડી પડે છે. ગરમ (ઉની) કપડાં પહેરવાં પડે. વસાણાં ખાવાની મજા પડે. રાતે તાપણામાં તાપવાનીયે મજા પડે.

૩.વસંતઋતુ :

vasant season
vasant season

ફાગણ અને ચૈત્ર-આ બે મહિના વસંતઋતુના. વસંતમાં વૃક્ષોને ફૂલ ફૂટે, મંજરી મહેકે. કેસૂડાંના વનમાં તો ડાળ ડાળ પર કેસૂડાં જ કેસુડાં ? શાલના વનમાં તો શાલની મંજરીની સુગંધનું જાણે પૂર ઉમટે ! વસંતઋતુને માણવા માટે તો વનમાં ફરવા જવું જોઇએ.

૪. ગ્રીષ્મઋતુ :

Summer
Summer

વૈશાખ અને જેઠ-આ બે મહિના ગ્રીષ્મઋતુના. ગ્રીષ્મમાં તાપ પડે. સહુ ત્રાહિ મામ ત્રાહિ મામ થઇ જાય : પણ આ તાપ જ આંબા પરની કેરીઓને પકવે. અસહ્ય તાપમાંય લાલચટક ગુલમહોર અને સોનેરી-પીળા ઝુમ્મરોવાળા ગરમાળા ખીલી ઉઠે !

૫. વર્ષાઋતુ :

barish season
barish season

અષાઢ અને શ્રાવણ- આ બે મહિના વર્ષાઋતુના. વર્ષાઋતુમાં વરસાદ પડે. નદી-નાળાં છલકાય. ખેતરોમાં વાવણી થાય. સારો વરસાદ સમૃદ્વિ લાવે. વરસાદમાં નાવાની મજા પડે. વરસાદના પાણીમાં કાગળની હોડી તરતી મૂકવાનીય મજા પડે.

૬. શરદઋતુ :

sarad season
sarad season

ભાદરવો અને આસો-આ બે મહિના શરદઋતુના. શરદમાં પ્રકૃતિનું સૌર્દ્ય નિખરે. શરદઋતુમાં શરદપૂનમ આવે. શરદપૂનમની રાતે લોકો દૂધ-પૌંઆ ખાય, રાસ રમે અને મજા કરે. શરદમાં પોયણાં ખીલે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.