દેશના સૌથી અમીર બીઝનેસ મહિલાની ઓળખાણ બની ચૂકેલ નીતા અંબાણી પોતાના શોખના કારણે ચર્ચામાં રહ્યા છે. તમને બતાવી દઈએ કે, તેમની સવારની પહેલી ચા જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાંડ ‘નોરીટેક’ ના કપથી પીવે છે. જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાંડ ‘નોરીટેક’ ના કપ સેટ એટલે કે ૫૦ પીસના સેટની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. એટલે કે એક કપની કિંમત ૩ લાખ રૂપિયા હોય છે.
નીતા અંબાણીના પર્સમાં પણ હીરા લાગેલા હોય છે, જે કિંમતી હોવા સાથે બહુ જ સ્ટાઇલીશ પણ હોય છે. તેમના હેન્ડ બેગ કલેક્શનમાં ચનેલ, ગોયાર્ડ અને જીમ્મી ચુ જેવી બ્રાંડ સામેલ છે. તેમની નાની સાઈઝના ક્લચ પર હીરા જડેલ હોય છે. જેની કિંમત ૩-૪ લાખથી શરુ થાય છે.
નીતા અંબાણીને ઘડિયાળનો પણ શોખ છે. તેમની પાસે બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચી, કેલ્વીન કેલિન અને ફોસિલ જેવી બ્રાંડ છે, જેની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરુ થાય છે.