છેલ્લા કેટલાક સમયી એક નવી પ્રોડક્ટે તહલકો મચાવ્યો છે અને એ પ્રોડક્ટ છે આર્ગન ઑઇલ. આજકાલ જે કોઈ પાર્લર, સ્પા કે સેલોંમાં જાઓ ત્યાં સ્કિન તા હેર-ટ્રીટમેન્ટ્સ માટે આ ઑઇલના ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે. આ આર્ગન ઑઇલના શું છે? આવો આજે જાણીએ.
આપણે ત્યાંનું વડનું ઝાડ જેમ દુનિયાભરમાં જાણીતું છે એવી જ રીતે ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશનું આર્ગન ટ્રી વલ્ર્ડ ફેમસ છે. આ ઝાડનાં બીયાંમાંી નીકળતું તેલ આર્ગન ઑઇલ તરીકે પ્રખ્યાત છે. મૂળે મોરોક્કોની પેદાશ હોવાી કેટલાક લોકો એને મોરોક્કન ઑઇલ તરીકે પણ ઓળખે છે. જોકે સૌંદર્યની દુનિયામાં તો આ તેલ લિક્વિડ ગોલ્ડ તરીકે પ્રખ્યાત છે. એનું કારણ છે આ તેલમાં રહેલી વિટામિન ચ્, ફેટી ઍસિડ તા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સની પુષ્કળ માત્રા; જેના કારણે વર્ષોી મોરોક્કોની ીઓ પોતાની અનેક સૌંદર્ય સંબંધી સમસ્યાઓના રામબાણ ઇલાજ તરીકે એનો ઉપયોગ કરતી આવી છે. પરંતુ ગ્લોબલાઇઝેશનને પગલે હવે એના દુનિયા આખી સામે ઉજાગર ઈ ગયા હોવાી હોલીવુડની કેટલીક નામાંકિત સેલિબ્રિટીઓ પણ એની બંધાણી બની ગઈ છે. જોકે સુંદરતા પર માત્ર સેલિબ્રિટીઓનો ઇજારો તો ની જને. એી તમે પણ આ ઑઇલના ફાયદા સમજી લો અને હોલીવુડની સેલિબ્રિટીઓની જેમ એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લો.
ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે
આર્ગન ઑઇલ મોટા ભાગે ત્વચાને હાઇડ્રેટ કરવા તા સોફ્ટ બનાવવા માટે મોઇસ્ચરાઇઝર તરીકે ઉપયોગમાં લેવાય છે. એમાં રહેલી વિટામિન ચ્ અને ફેટી ઍસિડની વિપુલ માત્રા ત્વચાને કુદરતી નિખાર આપવાનું કામ કરે છે. આ તેલમાં જરાય ચીકાશ ન હોવાી એ તરત ઍબ્સોર્બ પણ ઈ જાય છે અને એનાી ત્વચાને કોઈ પણ પ્રકારનું નુકસાન વાની સંભાવના પણ સાવ નહીંવત્ છે. પરિણામે આ તેલ ચહેરા તા ગળા પર લગાડવામાં પણ કશો વાંધો ની. વળી એ માટે વધુ કશું કરવાની જરૂર પણ ની. માત્ર એનાં ોડાં ટીપાં હામાં લઈ આખા શરીર પર અન્ય કોઈ પણ તેલ કે લોશનની જેમ ઘસી દેવાી કામ પતી જાય છે.
ત્વચાનું રક્ષણ કરે છે
ડ્રાય સ્કિન કે એક્સિમા જેવી સમસ્યાઓ ત્વચાને ખરબચડી અને ખરાબ બનાવી દે છે. આવી ત્વચા પર ખંજવાળ અને બળતરાની સમસ્યા પણ સતાવ્યા કરે છે. આર્ગન ઑઇલમાં રહેલાં પોષક તત્વો આવી ડેમેજ યેલી ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. એનાં વિટામિન ચ્ અને ફેટી ઍસિડ ડ્રાયનેસ દૂર કરી ત્વચાને ખંજવાળ તા બળતરા વગેરે જેવી સમસ્યામાંી છુટકારો અપાવે છે. આ સો એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ફાટી ગયેલી, ખરબચડી તા બળી ગયેલી ત્વચાને સુધારવાનું કામ પણ કરે છે. આવી નુકસાન પામેલી ત્વચા પર આર્ગન ઑઇલનો મસાજ કરવાી રિપેરિંગની પ્રક્રિયા ઝડપી બને છે.
ખીલ દૂર કરે છે
જ્યાં મોટા ભાગનાં તેલ ખીલની સમસ્યાને વધુ વિકરાળ બનાવે છે ત્યાં આર્ગન ઑઇલ એકમાત્ર એવું તેલ છે જે એમાંી છુટકારો મેળવવામાં મદદરૂપ ાય છે, કારણ એ કે મોટા ભાગના કિસ્સાઓમાં ખીલ ત્વચામાંી ઝરતા વધુપડતા તેલનું પરિણામ હોય છે. બીજી બાજુ તેલ હોવા છતાં આર્ગન ઑઇલમાં જરા પણ ચીકાશ ન હોવાી ત્વચા માટે એ કુદરતી મોઇસ્ચરાઇઝરનું કામ કરે છે. સો જ એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ત્વચાના નુકસાન પામેલા સ્કિન સેલ્સને રિપેર કરી બળતરા અને સોજામાંી છુટકારો અપાવે છે. એી ધોઈને સાફ કરેલી ત્વચા પર આ તેલ લગાડવાી ખીલની સામાન્ય સમસ્યા દૂર ઈ જાય છે.
લિપ મોઇસ્ચરાઇઝર પણ છે
શિયાળાની ઠંડી મોસમમાં હોઠ ડ્રાય ઈ જતાં ફાટી જાય છે. આવા હોઠમાં બળતરા વા ઉપરાંત કેટલીક વાર લોહી નીકળવાની સંભાવના પણ રહે છે. આવે વખતે હોઠ પર આર્ગન ઑઇલનું એકાદ ટીપું ઘસી દેવાી હોઠ મોઇસ્રાઇઝ તાં એમાં રુઝ આવે છે અને તકલીફ દૂર ઈ જાય છે. જોકે એમ કરતી વખતે વધારાનું તેલ ટિશ્યુ પેપર વડે લૂછી લેવાનું ભૂલવું ન જોઈએ.
આર્ગન ઑઇલમાં રહેલાં પોષક તત્વો તૂટેલા અને બટકી ગયેલા નખ, સુકાઈ ગયેલા હા તા ફાટી ગયેલા પગની એડીની ત્વચા માટે પણ ઉપયોગી છે. એ ત્વચાને મોઇસ્ચરાઇઝ કરી નરમ મુલાયમ બનાવતું હોવાી હા અને પગની સ્કિનને સોફ્ટ અને સ્મૂધ તો બનાવે જ છે સો નખની મજબૂતી અને સ્વાસ્થ્ય પણ સુધારે છે. આ માટે રોજ રાતના સૂતાં પહેલાં હા, પગ અને નખના ક્યુટિકલ્સમાં આ તેલનો મસાજ ચોક્કસ કરવો જોઈએ.
વાળને ચમકદાર બનાવે છે
આ તેલ માત્ર ત્વચા માટે જ નહીં, વાળ માટે પણ ફાયદાકારક છે. સૂકા અને બરછટ વાળ ધરાવનારી વ્યક્તિ માટે એમાં રહેલું વિટામિન ચ્ ડીપ કન્ડિશનિંગનું કામ કરી શકે છે. આ માટે અઠવાડિયે એક વાર રાતના સૂતાં પહેલાં વાળમાં આ તેલનો મસાજ કરી માા પર શાવર કેપ પહેરીને સૂઈ જવું જોઈએ. આપણા માાની કુદરતી ગરમીી જ તેલમાં રહેલાં પોષક તત્વો શોષાઈ જાય છે અને સવારે માું ધોયા બાદ પહેલી વારમાં જ ફરક અનુભવી શકાય છે. જેમને માામાં ખોડાની સમસ્યા હોય તેમણે આ પ્રક્રિયા અઠવાડિયે બેવાર અનુસરવી જોઈએ.
ઉત્તમ દરજ્જાનું લિવ-ઇન કન્ડિશનર
આર્ગન ઑઇલ બિલકુલ ચીકણું ન હોવાી વાળ માટે એ ઉત્તમ દરજ્જાના લિવ-ઇન કન્ડિશનરની ગરજ પણ સારી શકે છે. અન્ય કોઈ પણ સામાન્ય લિવ-ઇન કન્ડિશનરની જેમ આ ઑઇલનાં એકાદ-બે ટીપાં આખા વાળમાં લગાડી દેવાી જ્યાં એક બાજુ એ બે મૂળના વાળની સમસ્યાી છુટકારો અપાવે છે ત્યાં જ બીજી બાજુ હેરડ્રાયર, કર્લર તા ફ્લેટ આર્યન જેવા કોઈ પણ હેરસ્ટાઇલિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનની ગરમીી એ વાળનું રક્ષણ પણ કરે છે. બલકે કેટલાંક સંશોધનોમાં આર્ગન ઑઇલ વાળના વિકાસમાં પણ મદદરૂપ તું હોવાનું જાણવા મળ્યું છે. એી લિવ-ઇન કન્ડિશનર તરીકે એનો ઉપયોગ કરતી વખતે એનું એકાદ ટીપું સ્કેલ્પ પર પણ ઘસવાનું ચૂકવું નહીં.
સાચું આર્ગન ઑઇલ કેવી રીતે ખરીદશો?
આ તેલના પૂરેપૂરા ફાયદા મેળવવા માટે એને પરખવાની સાચી રીત પણ સમજી લેવી જરૂરી છે. સૌી પહેલી વાત તો એ કે કોઈ પણ પ્રકારનાં ઍડિટિવ્સનો ઉમેરો આ તેલની ગુણવત્તાને નુકસાન પહોંચાડી શકે છે. એી આર્ગન ઑઇલની કોઈ પણ બોટલ ખરીદો તો એમાં વધારાની સુગંધ ઉમેરવામાં ન આવી હોય એનું ખાસ ધ્યાન રાખો. બલકે આ માટે ઈને કોઈ પણ પ્રકારની સુગંધ વિનાનું આર્ગન ઑઇલ ખરીદવું પણ યોગ્ય ની. આ તેલનાં બીયાંમાંી સૂકા મેવા જેવી સુગંધ આવતી હોવાી તેલ પણ એવું જ પસંદ કરવું જોઈએ જેમાં એની કુદરતી સુવાસ જળવાઈ રહેલી હોય. સો એ પણ યાદ રાખો કે ચોખ્ખું આર્ગન ઑઇલ માત્ર ડાર્ક કલરની કાચની બાટલીમાં જ પેક કરી શકાય છે, કારણ કે પ્રકાશનો સંપર્ક આ તેલની ગુણવત્તાને હાનિ પહોંચાડી શકે છે. એી આર્ગન ઑઇલની એવી જ બાટલી ખરીદો જે કાચની અને ઘેરા રંગની હોય. પ્લાસ્ટિકની બાટલીમાં પેક કરેલું આર્ગન ઑઇલ તો ક્યારેય ખરીદવું નહીં, કારણ કે પ્લાસ્ટિક આ તેલનાં પોષક તત્વો પર નકારાત્મક અસર કરવા માટે જાણીતું છે. બજારમાં આર્ગન ઑઇલના બે પ્રકાર જોવા મળે છે. એક બ્યુટી પ્રોડક્ટ તરીકે વપરાય છે અને બીજું ખાવાના તેલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. સૌંદર્યપ્રસાધન તરીકે વપરાતું આર્ગન ઑઇલ આછા સોનેરી રંગનું આવે છે, જ્યારે ખાવામાં વપરાતું ઑઇલ એનાં બીયાંને રોસ્ટ કરીને કાઢવામાં આવતું હોવાી એનો રંગ ઘેરો સોનેરી હોય છે. એી જ્યારે તમે સૌંદર્યસંબંધી સમસ્યાઓ માટે એને વાપરવાના હો ત્યારે કોસ્મેટિક ગ્રેડ ધરાવતું આર્ગન ઑઇલ જ ખરીદવું જોઈએ. છેલ્લે આવે છે આ તેલની કિંમત. ચોખ્ખું આર્ગન ઑઇલ તૈયાર કરવું એક મહેનત અને મજૂરી માગી લે એવું કામ છે. ર્આત્ એની કિંમત પણ વધારે જ રહેવાની. એક સામાન્ય સમજ અનુસાર ૧૦૦ મિલીલિટર આર્ગન ઑઇલની બોટલની કિંમત ઓછામાં ઓછી ૪૦૦ રૂપિયાની આસપાસ તો રહેવાની જ. એી એનાી ઓછી કિંમતના આર્ગન ઑઇલની બનાવટી દૂર જ રહેવું.