ઈ-ગોલ્ડ, ઈન્ડિયન ગોલ્ડ કોઈન સ્કીમ સહિત અનેકવિધ યોજનાઓમાં સોનાનું રોકાણ ફાયદાકારક
માનવામાં આવે છે કે, ગુજરાતીઓ માટે અને ખાસ ભારતીય લોકો માટે સોનુ લકઝરી નથી, સોનુ એટલે લીકવીડીટી, રોકાણ તથા સુરક્ષા માટેનું મુખ્ય સાધન છે. કહીં શકાય કે, સોનાનું આકર્ષણ લોકોમાં કાયમ રહેલુ છે તેમાં માત્ર વ્યક્તિઓને નહીં સરકાર પણ સામે આવી છે.
ભારત આખામાં સોનાને સ્ત્રીધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સરકાર હોય કે જાહેરક્ષેત્ર હોય તેની પાસે જે સોનાની માત્રા છે તેના કરતા સ્થાનિક લોકો પાસે ખુબજ વધુ સોનુ રહેલુ છે. સોનુ એટલે કે લોકો માટેની મરણમુળીની વસ્તુ પણ માનવામાં આવે છે ત્યારે વ્યક્તિઓ પોતાની મરણમુળી યોગ્ય જગ્યા અને યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે તેઓ હરહંમેશ ચિતીંત રહેતા હોય છે. જેથી સોનાનું રોકાણ કથીર ન થાય કે પછી સોનુ પિતળ ન થઈ જાય તે માટે અનેકવિધ વસ્તુઓ જાળવી જરૂરી છે.
વિશેષજ્ઞો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હાલ જે રાજકારણની સ્થિતિ ઉદભવીત થઈ રહી છે તેમાં સોનુ ખુબજ મહત્વપૂર્ણ ભાગ ભજવશે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે, હાલ અત્યારના ડિમાન્ડ સપ્લાય ખુબજ કઠોર, સાથો સાથ ક્રુડમાં બેલેન્સ કરવું અને ટ્રેડ ડેફીસીટ જેવો માહોલ અત્યારના આર્થિક વ્યવસ્થામાં જોવા મળી રહ્યો છે જેથી જો સોનાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જે અત્યારના માંગ ઉભી થઈ રહી છે તેના પર મહદઅંશે ફાયદો થઈ શકશે.
વાત રહી સોનાના રોકાણ માટેની તો લોકો ઈ-ગોલ્ડમાં રોકાણ કરી શકે. કારણ કે ઈ-ગોલ્ડ એટલે ઈલેકટ્રોનીક ગોલ્ડ જેમાં લોકો તેમનું ભંડોળ કે તેમનું રોકાણ નાના ડિનોમીનેશન અને ડિમેટ ફોર્મમાં કરી શકે જેથી ખરીદ-વેંચાણ માટે પણ તેમને ખુબજ મોટો સ્કોપ રહી શકે.
જયારે ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમમાં પણ લોકોને ઘણો ખરો ફાયદો થઈ શકે તેમ છે. કારણ કે, મહદઅંશે લોકો અને સંસ્થાઓ પાસે ખુબજ મોટા પ્રમાણમાં સોનુ જોવા મળતું હોય છે. જો તે સોનાને ટ્રેડીંગમાં ઉપયોગમાં લેવામાં આવે તો વ્યાજ સહિત અનેકવિધ પ્રકારની સુવિધા અને લાભો લોકોને મળી શકે.
જયારે ત્રીજો પ્રકાર એ છે કે, સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ જે નવેમ્બર ૨૦૧૫માં લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ગર્વમેન્ટ પોતાની સિક્યુરીટી સ્વરૂપ તેઓ આ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરવાનો બીજો પર્યાય એ છે કે, ફિઝીકલ ગોલ્ડના બદલે આ સ્કીમમાં રોકાણ કરવું. જેમાં રોકાણકારોએ ઈસ્યુ પ્રાઈઝ રોકડમાં ભરવાની હોય છે. જયારે બોન્ડસના રૂપિયા મેચ્યુરીટી સમયે રોકાણકારોને પરત મળી જતા હોય છે જે બોન્ડ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે.
જયારે ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ થઈ શકે જે એક મ્યુચ્યુઅલ ફંડ સમાન જ છે. જેમાં રોકાણકારો ઓનલાઈન સોનાની ખરીદી કરી શકે છે અને તેને ડિમેટ ફોર્મમાં રાખી શકે અને અંતે ઈન્ડિયન ગોલ્ડ કોઈન સ્કીમ કે જે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરવામાં આવી છે અને તેમની પાસે જે ભારતના ગોલ્ડ કોઈન બનાવવા માટેની મંજૂરી મળેલી છે જે તેઓ ડોમેસ્ટીક માર્કેટમાં તેનું વેંચાણ પણ તેનું વેંચાણ પણ થઈ શકશે જે આરબીઆઈ દ્વારા મંજૂરી પણ મળેલી છે.