આપણું શરીર રસાયણશાસ્ત્રનો ગજબનાક કોયડો છે. આપણે જે ખાઈએ છીએ એમાંથી ચરબી બનાવવા, ચરબીમાંથી ઉર્જા બનાવવા, પોષક તત્વોમાંથી લોહી બનાવવા જેવી પ્રત્યેક ક્રિયા માટે શરીરે પોતાના વિવિધ અવયવોમાં અનેકવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે. બલકે આ એક કામ માટે શરીરે અનેકાનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. શરીરમાં આવી અઢળક ક્રિયાઓ અવિરત ધોરણે દિવસ-રાત ચાલ્યા જ કરે છે. જેમ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં કશુંક ઘટી જતાં, કશુંક વધી જતા કે પછી કશુંક અટવાઈ જતા આગળની પ્રોસેસ અટકી જાય છે એવી જ રીતે શરીરની રાસાયણિક પ્રક્રિયાઓના પણ કોઈ એકાદ તબકકે આવી વધ-ઘટ થતા આગળની પ્રોસેસ ખોટકાઈ પડે છે. અટકી પડેલી પ્રોસેસ આગળ તો વધતી જ નથી, પરંતુ કયારેક જેટલું કામ થયું હોય એને પણ બગાડી મુકે છે. આખરે આ બગાડ એક નહીં તો બીજા રોગ સ્વપે બહાર આવે છે. આનું ઉદાહરણ છે ફેબ્રી ડિસીઝ. માત્ર પુરુષોમાં જ જોવા મળતો અને પોતાના શિકારને વધુમાં વધુ ૪૦-૫૦ની ઉંમરથી વધુ ન જીવવા દેતો આ ભયાનક રોગ નાના બાળકો સામે પણ સ્ટ્રોક કે પેરેલિસિસ જેવી અતિ ગંભીર સમસ્યા ઉભી કરવાની ક્ષમતા ધરાવે છે. ફેબ્રી એક વંશાનુગત બીમારી છે જે ક્રોમોઝોમ લિન્કને કારણે આગળ વધે છે. એટલે કે સ્ત્રીઓ એની કેરિયર હોય છે પરંતુ એનો ભોગ મહદંશે માત્ર પુરુષો જ બને છે. જૂજ કિસ્સાઓમાં અજ્ઞાત કારણોસર સ્ત્રીઓ પણ એનો ભોગ બની શકે છે. આ બીમારીના મૂળમાં એનો ભોગ બની શકે છે. આ બીમારીના મૂળમાં આલ્ફા ગેલેકટોસિડેસ નામનું એન્ઝાઈમ રહેલું છે જે શરીરના વિવિધ પ્રકારના ગ્લુકોઝને તોડી એને એનર્જીમાં પરિવર્તિત કરતી પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ફેબ્રી ધરાવતી વ્યકિતઓના શરીરમાં આ એન્ઝાઈમનો ભારે અભાવ હોય છે, જેને પગલે તેમની રકતવાહિનીઓમાં ગ્લાઈકોફોસ્ફોલિપિડ નામનો ચરબીયુકત પદાર્થ જમા થવા માંડે છે. આ ચરબીને કારણે રકતવાહિનીઓમાં બ્લોકેજ ઉભું થાય છે અને તેમની રકત વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આમ લોહીના પરિભ્રમણના માર્ગમાં અડચણ ઉભી થતા એની સીધી અસર શરીરનાં વિવિધ અવયવોને મળતા લોહી અને લોહીના માધ્યમથી મળતા ઓકિસજનના પુરવઠા પર પડે છે. આમ શરીરના વિવિધ ભાગો સામે પણ જોખમ ઉભું થાય છે. અર્થાત મગજને ઓકિસજન ઓછો મળે તો દર્દીને સ્ટ્રોક કે પેરેલિસિસનો અટેક આવવાની સંભાવના રહે છે. હૃદયનો ઓકિસજન સપ્લાય ઘટી જાય તો હાર્ટ-એટેક તથા કિડનીને ઓકિસજન સપ્લાય ઓછો મળે તો કિડની ફેલ્યર થવાની સંભાવના રહે છે. આમ માત્ર આ એક એન્ઝાઈમની ઉણપ આખા શરીર સામે કેટલું મોટું જોખમ ઉભું કરી શકે છે. વિજ્ઞાને આ જોખમને ફેબ્રી ડિસીઝ જેવું નામ આપ્યું છે.
લક્ષણોમાં સૌથી પહેલુ અને પ્રમુખ લક્ષણ બેધિંગ એરીયા તરીકે ઓળખાતા શરીરના નાભિથી માંડી ઘુંટણ સુધીના હિસ્સામાં ઉપસી આવતા લાલ રંગનાં ચાઠાં છે જે એન્જિયોકેરાટોમસ તરીકે ઓળખાય છે. કેટલીકવાર આ ચાઠા એક સાથે કોઈ એક જ ભાગમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો કયારેક છુટા છવાયા દાણા જેવા નજરે પડે છે. આ દાણા લાલથી માંડી ઘેરા ભુરા કે કાળા રંગના અને ત્વચાની સપાટીથી થોડા ઉપસેલા હોય છે. આ ચાઠા એક સાથે જોવા મળે તો સજાગ ડોકટર ફેબ્રીને સરળતાથી પકડી પાડી શકે છે, પરંતુ છુટાછવાયા હોય તો એને સ્કિન-ઈન્ફેકશન કે પછી કોઈ જીવજંતુ કરડી જવાથી થઈ આવેલા રેશિઝ જેવું ખોટુ નિદાન થવાની સંભાવના રહે છે. જેમ-જેમ આ રોગ વકરતો જાય છે એમ-એમ રકતવાહિનીમાં બ્લોકેજ વધતું જતા શરીરના વિવિધ ભાગોની ઓકિસજનનો સપ્લાય ઘટતો જાય છે. ઓકિસજનના અભાવમાં બાળકને હાથ અને પગમાં સતત દુખાવાથી માંડીને મોઢામાંથી રાડ નીકળી જાય એવી ભયંકર બળતરા થવા માંડે છે. વધુ પડતી કસરત, થાક કે તાવ જેવી પરિસ્થિતિમાં આવી બળતરાનું પ્રમાણ ખુબ વધી જાય છે. આ સિવાય આ રોગના બાળદર્દીઓની આંખના લેન્સ અથવા કોર્નિયામાં ઓપેસિટી તરીકે ઓળખાતો મોતિયા જેવો સફેદ ભાગ પણ જોવા મળે છે.
- જળચર જીવોમાં અજાયબી…
- ડોલ્ફિન પાણીના તળિયે બંને આંખ ખુલ્લી રાખીને ઉંઘ લે છે.
- જાયન્ટ સ્કવીડની આંખો તમામ જળચર જીવોમાં સૌથી મોટી દોઢ ફુટના વ્યાસની હોય છે.
- ઓકટોપસની આંખોની કીકી ચોરસ હોય છે તે એક સેક્ધડમાં ૭૦ વખત આંખ પટપટાવે છે.
- ગોલ્ડનફિશ ઈન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને જોઈ શકે છે.
- ઈલેકિટ્રક ઈલ નામની માછલીને કોઈ સ્પર્શે તો ૬૫૦ વોલ્ટનો કરંટ ઝાટકો લાગે છે.
- વેનેઝુએલાની ફિલિફિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાઈ જાય તો બે માસ સુધી પાણી અને ઓકિસજન વિના જીવી શકે છે.
- વાઈપર ફિશને જડબાની બહાર નીકળેલા બે અણિયાળા દાંત હોય છે.
- વ્હેલ તેની આંખનાં ડોળા ફેરવી શકતી નથી. તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.
- ગ્રેટ વ્હાઈટ શાર્કના જડબા ખુબ જ શકિતશાળી હોય છે તે જડબુ ભીસે ત્યારે દર ચોરસ ઈંચે ૩૦ ટન વજન જેટલું દબાણ કરે છે.
- ટાઈગર શાર્કના દાંત જડબુ બંધ હોય ત્યારે પેઢામાં ઉતરી જાય છે અને મોં ખોલે ત્યારે દાંત સરકીને બહાર આવે છે.
- રેમન્ડ વહાન ડેમેડિયન MRI મશીનનો શોધક
માણસને થતા રોગોની તપાસ કરવા માટે ઘણી પઘ્ધતિઓ શોધાઈ છે પરંતુ આધુનિક એમઆરઆઈ પઘ્ધતિ સૌથી વધુ કાર્યક્ષમ છે. એમઆરઆઈ મશીનથી શરીરના આંતરિક ભાગોની ઝીણવટભરી તસવીરો જોવા મળે છે. આ ઈમેજીંગ પઘ્ધતિ શરીરની સંપૂર્ણ તપાસ તેમજ કેન્સર જેવા ઘાતક રોગોના નિદાન માટે પણ ઉપયોગી થાય છે. એમઆરઆઈ મશીનની શોધ રેમન્ડ ડેમેડિયન નામના વિજ્ઞાનીએ કરેલી. રેમન્ડ વહાનનો જન્મ ઈ.સ. ૧૯૩૬ના માર્ચની ૧૬ તારીખે અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો. વિસ્કોન્સિવ યુનિવર્સિટીમાં મેથેમેટિકસમાં બેચલર થયા બાદ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી હતી. સજીવોના શરીરમાં પોટેશિયમ અને સોડિયમ હોવાથી તે મેગ્નેટિક ફિલ્ડ સામે પ્રતિક્રિયા આપે છે તેવા સિઘ્ધાંત સાથે તેણે કરેલા પ્રયોગો દ્વારા મેગ્નેટિક ફિલ્ડ દ્વારા શરીરની આંતરિક ઈમેજ લેવાની પઘ્ધતિનું આલેખન કર્યું હતું. આ પઘ્ધતિથી કેન્સરની ગાંઠ ઓળખી શકાય છે તેમ જાહેર કરીને તેણે એક યંત્ર બનાવ્યું. ૧૯૭૭માં તેણે પોતાના એમઆરઆઈ મશીન દ્વારા કેન્સરનું નિદાન કરવામાં સફળતા મેળવી. આ શોધ બદલ તેને અમેરિકામાં ઘણા બધા સન્માન મળેલા. એમઆરઆઈ મશીન બનાવીને ઉત્પાદન કરવા માટે તેણે ફોનાર કંપની સ્થાપી હતી. એમઆરઆઈની શોધ બદલ તેને અમેરિકાનો નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી, બોવર એવોર્ડ, બાયોસાયન્સ ઈનોવેશન એવોર્ડ વિગેરે એવોર્ડ એનાયત થયેલા. ૨૦૦૩માં મેડિસીનના નોબેલ ઈનામ માટે તેનું નામ વિવાદાસ્પદ બનેલું.