ભારતના પનોતાપુત્ર અને દેશને સુશાસનની સાચી દિશા દેખાડનાર વડાપ્રધાન ભરતરત્ન અટલ બિહારી વાજપેયીની પત્રકારથી વડાપ્રધાન સુધીની સફર,

અટલજી જેમણે રસ્તાથી શિક્ષણ સુધી દેશનો ચહેરો બદલ્યો

અટલ બિહારી વાજપેયી જયંતિઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયી સ્વતંત્ર ભારતના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક હતા, જેમણે પત્રકારથી દેશના વડાપ્રધાન સુધીની સફર કરી અને જિંદગીને દેશને નામ કરી આજીવન દેશ સેવા કરનાર કર્મનિષ્ટ પ્રધાનમંત્રીની જીવન સફર.

તેમની જન્મજયંતિને યાદ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમના વિકાસ કાર્યોએ દેશના નાગરિકોના જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરી છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશના વિકાસ અને શક્તિ માટે સમર્પિત કર્યું.

અટલજી બન્યા ત્રણ વખત વડાપ્રધાન

અટલ બિહારી વાજપેયીએ ત્રણ વખત વડાપ્રધાન બનીને દેશની સેવા કરી. 1996માં તેઓ પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. જો કે, કરુણતાએ હતી કે તેમની સરકાર માત્ર 13 દિવસમાં બહુમત સાબિત ન કરી શકવાને કારણે પડી. હવે તેઓ બીજી વખત 1998 માં, તેઓ ફરી એકવાર દેશના વડા પ્રધાન બન્યા. આ વખતે પણ તેમની સરકાર લગભગ 13 મહિનામાં પડી ગઈ. જે બાદ તેમણે 1999માં ગઠબંધન સરકાર બનાવી, જેણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો અને દેશને પોતાના સાચી દિશા અને દોરવણી આપી.

પોખરણ પરમાણુ પરીક્ષણ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પોખરણ પરમાણુ પરીક્ષણ માટે યાદ કરવામાં આવે છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઓપરેશન શક્તિ હેઠળ પોખરણમાં પરમાણુ પરીક્ષણને મંજૂરી આપી હતી. જે પછી ભારતે 11 અને 13 મે 1998 ના રોજ સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરીને પોતાને પરમાણુ શક્તિ જાહેર કરી.

કારગિલ યુદ્ધ

આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. આ યુદ્ધમાં ભારતની સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની સૈનિકોને ભારતની આર્મી અને વાયુ સેનાએ પરાસ્ત કરી પાછા મોકલી દીધા હતા અને પાકિસ્તાનની તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.

સર્વ શિક્ષણ અભિયાન

અટલ બિહારી વાજપેયીએ શિક્ષણ ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ કામ કર્યું હતું. સર્વ શિક્ષા અભિયાન 2001માં વાજપેયી સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 6 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ મળશે. આ યોજના શરૂ થયાના 4 વર્ષની અંદર, શાળા બહારના બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો હતો. સર્વ શિક્ષા અભિયાનમાં ICDS અને આંગણવાડી સહિતના 8 કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં KGBVY પણ સામેલ છે. આ યોજનાની જ ફળ શ્રુતિરૂપે 2011માં RTE કાયદો લાવવામાં આવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ નેતા

અટલ બિહારી વાજપેયીએ એટલા કુશળ વક્તા હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ પોતાના પક્ષ સિવાય અન્ય વિરોધ પક્ષોના પણ પ્રિય હતા અને તેમની સરકારને બહુમત ગુમાવી રહી હતી ત્યારે પણ પોતે તટસ્થ રહીને કોઈને લાલચ કે લોભ વગર આગળ વધ્યા હતા. વાજપેયી સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ નેતા હતા. 1977માં, મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી રહેલા વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધિત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.