કોઈ પણ જીવજંતુ પોતાનું માથું કાપી નાખે અને પછી તેના શરીરની પુન: રચના થવા લાગે આવી વાતો તમે લગભગ સાયન્સ ફિક્શન સ્ટોરીમાં વાચ્યું અથવા સાંભળ્યુ હશે, પરંતુ એક શંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, આ કોઈ વાર્તા નથી પણ સત્ય છે. જાપાનના વેજ્ઞાનિકોએ દરિયાઇ પ્રાણી સી સ્લગ (see slug )ની બે જાતિઓમાં આ વિચિત્ર લક્ષણ જોવા મળ્યા છે કે, તેઓ તેમના આખા શરીરને ત્રણ અઠવાડિયામાં પાછું લાવી શકે છે. આ શોધ સંયોગીક રીતે કરવામાં આવી છે અને આ જીવ પોતાના શરીરનું પુન:નિર્માણ કેવી રીતે અને કેમ કરે છે,તે હજી સુધી કોઈ સમજી શક્યા નથી. આ લક્ષણને પુનર્જીવન કહેવામાં આવે છે અને સામાન્ય રીતે વર્ટેબ્રેટ્સ વિના પ્રાણીઓમાં જોવા મળે છે, જેમ કે અળસિયા અને સ્ટારફિશ. આવા પ્રાણીઓ જ પોતાના શરીરનું ફરીથી નિર્માણ કરી શકે છે.
અત્યાર સુધીના સિદ્ધાંત મુજબ, તેઓએ અંદરના પરોપજીવીઓને બહાર કાઢવા માટે આ કાર્ય કરતાં હશે. જો કે, આ બાબતને સાબિત કરવા માટે હજી સંશોધનની જરૂર છે. શરીરથી અલગ થયા પછી તરત જ, તેમના માથા રૂઝવા માંડે છે અને થોડા કલાકોમાં તેઓ શેવાળ ખાવાનું શરૂ કરે છે. તેમનું હૃદય એક અઠવાડિયામાં અને તેના આખા શરીરની રચના 3 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય છે. જોકે, નવું શરીર ફક્ત માથા દ્વારા જ તેઓ નવા શરીરની રચના કરી અને અગાઉ કપાઈ ગયેલું શરીર માથું બનાવવામાં સક્ષમ નથી. યુવાન જીવજંતુ વૃદ્ધ સજીવો કરતા ઝડપથી વિકાસ પામે છે. વૃદ્ધ જીવો માથું કપાવાથી મરી પણ શકે છે.
જાપાન યુનિવર્સિટીના પ્રોફેસર યોચિ યુસા અને પીએચડી કરી રહેલા સયાકા મિતોહએ યોગાનુયોગ આ શોધ કરી. યુ.એસ. લેબમાં આ ગોકળગાયની જીવનચક્ર અને તેમનામા રહેલા ખાસ ફીચર્સ વિશે અભ્યાસ કરવામાં આવે છે. એક દિવસ જ્યારે ટીમે તેમને ટેંકમાં માથા વગરના ફરતા જોયા ત્યારબાદ વેજ્ઞાનિકોએ તેમના પર અભ્યાસ કરવાનું શરૂ કરી દીધો. આ અભ્યાસ માટે તેમના માથા ખૂબ પાતળા નાયલોનના વાયરથી કાપવામાં આવ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે તેઓ તરત જ વધવા માંડ્યા હતા. તેઓએ હૃદય અને અન્ય અવયવોનો વિકાસ પણ કર્યો, જે જોઈને ટીમ ખૂબ જ આશ્ચર્ય પામી છે.
સંશોધનકારો માને છે કે ગોકળગાયમાં શિરચ્છેદ કરવાને બદલે, ત્યાં સ્ટેમ સેલ જેવી પેશી હોય છે જે જરૂરિયાતવાળા કોઈપણ કોષમાં વિકસ પામે છે. આને કારણે, માથું કપાય પછી હૃદય અને શરીરના અન્ય ભાગો ફરીથી રચાય છે. ટીમે અનુમાન લગાવ્યું છે કે જ્યાં સુધી અવયવો રચાય નહીં ત્યાં સુધી ગોકળગાય શેવાળ ખાઈને જીવિત રહે છે. આને ક્લેપ્ટોપ્લાસ્ટી કહેવામાં આવે છે. અળસિયું (બેકબોન વગરના સજીવો) જેવા કે અળસિયા અથવા સ્ટારફિશમાં જોવા મળે છે. તેઓ માથા, પૂંછડી અને અન્ય અવયવોનું પુન:ઉત્પાદન કરી શકે છે.