આપણા ભારત માં અનેક ધર્મ ના લોકો વસે છે જેમ કે હિન્દુ , મુસ્લિમ ,શીખ ,પારસી વગેરે બધા જ લોકો પોતાના ધર્મ અને સંસ્કૃતિને અનુરુપ તહેવારો અને ઉત્સવો હળી-મળી ને ઉજવતા હોય છે તેથી જ તો ભારત ને વિવિધતા માં એકતા રાખતો દેશ કહેવામાં આવે છે. લોકો ઈદ,હોળી ,દિવાળી, રામનવમી ,જન્માષ્ટમી બધા જ તહેવારો સાથે ઉજવે છે તેમનો એક તહેવાર છે ‘ કરવાચોથ ‘. આમ તો લગ્ન પછી પરિણીત કન્યા ના બધા જ પહેલાં તહેવારો તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમ કે દિવાળી, દશેરા, ગણેશ ચતુર્થી અને તેનો જન્મદિવસ પણ ખૂબ સારી રીતે ઉજવાય છે પરંતુ તેમાં કરવાચોથ નું વ્રત તેમાં પ્રથમ સ્થાન ધરાવે છે.નવવિવાહિત મહિલાઓ માટે આ વ્રત ખૂબ મહત્વપૂર્ણ હોય છે. કરવાચોથ નું વ્રત કાર્તિક માસ ની કૃષ્ણપક્ષ ની ચતુર્થી ના શુભ દિવસે આવે છે.આ વ્રત પ્રત્યેક સુહાગન મહિલા પોતાના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે રાખે છે.મહિલાઓ સંપૂર્ણ દિવસ નિરાહાર અને નિર્જળ વ્રત રાખે છે અને સંધ્યાટાણે ચંદ્રદર્શન અને પૂજન કરી ને જ પોતાનું વ્રત ખોલે છે. આ વ્રત એક દીકરી માટે ,એક વહુ માટે અને ખાસ કરીને એક પત્ની માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.આ વ્રત .આ એક સાસુ પોતાની વહુ ને ઘણાં બધા ઉપહાર પોતાના આશીર્વાદ સ્વરૂપે આપે છે જેમ કે વસ્ત્રો , ઘરેણાં, મીઠાઈઓ , સુકામેવા વગેરે .જ્યારે કન્યા પ્રથમ વખત કરવાચોથ નું વ્રત રાખે છે ત્યારે તેના સાસરા અને પીહરવાળા તરફથી આ બધી જ વસ્તુ આપવામાં આવે છે આ એક પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે.
આ વ્રત માં સરગી નું પણ પોતાનું આગવું મહત્વ હોય છે. કરવાચોથ ના વ્રત માં સરગી વહેલી સવારમાં કરવામાં આવે છે. સૂર્યોદય પૂર્વે સરગી કરી લેવામાં આવે છે . ઘરની બધી જ પરણિત મહિલાઓ સાથે મળી ને સરગી કરે છે અને પછી આખો દિવસ તેઓ નિર્જળ ઉપવાસ કરે છે.આ દિવસે પરણિત મહિલાઓ લાલ રંગના કપડાં પહેરીને અને સોળ શણગાર સજીને પોતાની સુંદરતા ને વધુ નિખારે છે . પછી સાંજે બધી જ પરણિત મહિલાઓ સાથે મળી ને કરવામાતા ની કથા નું પઠન કરે છે અને કરવા માતાની પૂજા કરે છે . જ્યારે ચન્દ્રદર્શન થાય છે ત્યારે ચન્દ્ર ની પૂજા કરે છે પછી પોતાના પતિની પૂજા કરે છે અને પછી પોતાનું વ્રત ખોલે છે .
કરવાચોથ ની એક પ્રચલિત કથા છે કે ,’ જ્યારે યમરાજ સાવિત્રી ના પતિ સ્ટીવના ના મૃત્યુ નો સમય નજીક આવતા લેવા આવ્યા ત્યારે સાવીયરીએ જીદ કરી અને કીધું કે જો મારા પતિ મેં લઈ જશો તો હું અન્ન- જળ નો ત્યાગ કરીશ ને એને અન્ન-જળ નો ત્યાગ કરી દીધો .ત્યારે યમરાજ કીધું કે તું તારા પતિના બદલા માં બીજું ગમે એ માંગી સક ત્યારે સાવિત્રી એ કિધુ ક મને અનેક છોકરાવ ની માતા બનાવો .આમ કહી ને તેને પોતાના પતિનું જીવન પણ માંગી લીઘું ત્યારથી જ આ કરવાચોથ નું મહત્વ વધુ માનવામાં આવે છે.
આજનાં આપણાં ૨૧મી સદી ના યુગ માં સ્ત્રીઓ ની સાથે આજે પુરુષો પણ પોતાની પત્નિના લાંબા આયુશ માટે આ વ્રત રાખે છે આ પણ એક સમાનતા ની નિશાની છે .અને વ્રત ખોલી લીધા પછી પતિ-પત્ની બન્ને એક બીજા ને ઉપહાર આપે છે અને પોતાના પ્રેમમાં વધારો કરે છે.