ઉપલેટા શહેરમાં છેલ્લા આઠ દિવસ થયા મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા પગાર ભથ્થા રાશન, તેમજ સ્ટાફની વધારાની માગણી માટે રજુઆતો કરવા છતા કોઈ પરિણામ નહી આવતા છેલ્લા ચાર દિવસ થયા પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનથી બાળકો વંચિત રહે છે. છતા તંત્રનું પાણી નહિ હલતા કર્મચારી અને ઉપવાસ પર ઉતરી ગયા છે.
તેઓની માંગણી છે કે મધ્યાન ભોજન યોજનામાં મેનુ મુજબ થેપલા તેમજ નાસ્તો બનાવવો પોસાય તેમ નથી સરકાર આપવામા આવતો રાશનનો જથ્થો ઓછો હોવાથી બાળકોને પૂરૂ ભોજન આપી શકતા નથી જો આ બાબતનું યોગ્ય નહિ કરવામાં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપેલ હતી આ છાવણીની મુલાકાતે નગર પાલીકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા.