લોકડાઉનમાં ખુબ જ અલગ અનુભવ લોકોને થઈ રહ્યો છે. સામાન્ય રીતે તો લોકો વિવિધ કાર્યક્રમમાં દોડતા હોઇ છે. પણ અચાનક કોરોનાવાયરસ ને લીધે જે લોકડાઉન થયું, તેમાં ખરેખર જાણે કહેવાય કે ઈશ્વરે તમારા પોતાના કુટુંબીજનો ની સાથે રહેવા માટે ખુબ જ અનેરી તક આપી. અને સવારના નિત્ય ક્રમમાં પણ પરિવર્તન ઘરકામ કરવાથી લઈને જે રમતો ઘણા સમયથી વેકેશન પડવાની રાહ જોતી હતી તે પણ બહાર કાઢવામાં આવી છે.
કેરમ. ચેસ. પત્તાં સહિતની રમતોમાં ખરેખર મજા પડી ગઈ છે. કોરોના નામના રાક્ષસનો સામે લડવા ઘરમાં છે એવું પણ મગજમાં નથી રહેતું. બસ સમયને સાચવવાના સમય (ઘડિયાળ)ને ભૂલી જઈને જીવન જીવવાની ખરેખર મજા આવે છે. શહેરના આગેવાનો સમય પસાર કરવા અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
સામાજીક, ઘરની જવાબદારી નિભાવી આનંદનો એહસાસ થાય: કમલેશભાઇ મીરાણી
અબતક સાથેની વાતચિત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતું કે આ સમય લોકોની વચ્ચે રહેવાનો સમય છે પરંતુ કોરોનાના કારણે ડીસટન્ટ રાખવાનું લોકોને મળવાનું ટાળવાનું હોય. ત્યારે આ સમયે હું ઘરની અને સામાજીક જવાબદારી નીભાવી રહ્યો છે. લોકોની જરૂરીયાત હોય તો તંત્ર સાથે સંકલન કરી તેમની જરૂરીયાત પૂરી કરવાનો પ્રયાસ કરું છું. આ એક દિવસ પરીવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે. ત્યારે ઘરમાં
વિવિધ પ્રવૃતિ કરતા હોય ગેઇમ્સ રમતાં હોય, ટીવી જોતા હોય. અનેક એવી વાતો હતી જે બાળકોને કરવાની હતી. તે અત્યારના સમયે કરે છે. તેથી આનંદ આવે છે. પરંતુ સામાજીક જવાબદારી પણ પૂરી રીતે નિભાવું છું. મારા ધર્મપત્નિ સ્વાદિષ્ટ રસોઇ બનાવવાના શોખીન છે. ત્યારે રોજ બધાની ફરમાઇશો મુજબ રસોઇ બનાવે છે મને પાઉભાજી, સેન્ડવીચ વધુ ભાવતું હોય તેથી તેઓ બધાની પસંદગીની આઇટમો બનાવી અમારી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
વ્યક્તિગત રીતે આ સમય પરિવાર માટે આનંદનો પરંતુ ઉદ્યોગો માટે નહી: અરવિંદભાઇ પટેલ
ફિલ્ડ માર્શલનાં અરવિંોભાઇ પટેલે લોકડાઉન અને આગામી સમયમાં ઉદ્યોગોને કેવી અસર પડશે તે અંગે અબતક સાથે વાતચીત કરી હતી. જેમાં અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું લોકડાઉન કોઇ દિવસ જોયુ નથી. હાલ જે રીતે સમય પસાર કરવામાં આવે છે. તેનાથી એવું લાગે છે કે, લોકડાઉન જલ્દીથી ખુલી જવુ જોઇએ. લોકડાઉન બાદ તમામ ઉદ્યોગોને ખૂબ જ ખરાબ સમય માંથી પસાર થવુ પડશે. જેમાં રોમટીરીયલ, સ્ટાફનાં પ્રશ્ર્નો, ડીસ્ટ્રીબ્યુશનચેન, સ્ટોક, પરીવહનનાં પ્રશ્ર્નો સહિત અનેક વિધ તકલીફોનો સામે કરવો પડશે. આ સમય માંથી બહાર નીકળવા, સરકારે ટેકસમાં છૂટછાટ આપવાની પણ તાતી જરૂરીયાત ઉભી
થઇ છે. ડીગ્રેલ એન્જીનનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી પ્લાન્ટ મેઇનટેન્સ રાબેતા મુજબ કરવાનો જણાવવામાં આવ્યુ છે. અરવિંદભાઇ પટેલે લોકડાઉન અંગે વિશેષમાં જણાવ્યુ હતું કે, હાલ તેઓ સહપરિવારને પણ ખૂબ જ અજૂકતૂ લાગે છે.
ઘરમાં લોકડાઉન થઇ ઘરની અન્ય પ્રવૃતિઓ અને કામકાજ પણ શીખ્યુ: વિકી શાહ
ફિટનેસ જીમનાં સંસ્થાપક વિકીભાઇ શાહએ અબતક સાથે વાતચિતમાં જણાવ્યુ હતું કે, આ લોકડાઉનમાં તેઓ પૂણોત: હોમ કવોરન્ટાઇન થઇ ચુકયા છે અને પરીવાર પણ તેમને કામ વગર ઘરની બહાર ન નીકળવા જણાવ્યુ છે. વધુમાં વિકીભાઇ દ્વારા જણાવ્યા મુજબ તેઓ લોકડાઉનમાં ઘરની સાફ સફાઇ કરી પોતાનો સમય વિતાવી રહ્યા છે. તેમનાં જણાવ્યા મૂજબ જો લોકડાઉનની સ્થિતી લાંબા સમય સુધી ચાલશે. તો તેની પ્રતીશાહ ખૂબ જ નકારાત્મક બની રહેશે. તેઓએ માહિતી આપતા કહ્યુ હતું કે, જીમનાં વ્યવસાયમાં જે લોકો આવતા હોઇ છે.
તો તેઓને નીયમીત એકસરસાઇઝ કરવી અનિવાર્ય અને આવશ્યક બને છે. પરંતુ તમામ ધંધા રોજગાર બંધ થતા જીમનાં ગ્રાહકોને પાછા ખેચવા પણ કપરા બનશે. જેનુ કારણ તેમની આરસવૃતી ૨૧ દિવસ સુધી લોકડાઉન રહેતા જે શારીરીક ક્ષમ થવો જોઇએ તે ન થાઇ તો ઘણી તકલીફો પડી શકે તેમ છે.
પારિવારિક સમય વિતાવવાની દુર્લભ તક મળી: પ્રભુદાસ પારેખ
આ તકે શિલ્પા લાઈફ સ્ટાઈલના માલીક પ્રભુદાસભાઈ પારેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો હું ગઈકાલની વાત કરું તો સવારના ૯ વાગ્યાથી મોડી રાત સુધી હું દુકાને હોવ છું, રિટેલ ધંધો હોવાના કારણે ગ્રાહક વર્ગની અવર-જવર સતત રહેતી હોય છે. ત્યારે મારી હાજરી પણ જરૂરી હોય છે. જેના પરિણામે સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્તતા રહેતી હોય છે. વ્યવસાયને કારણે પરિવારને પણ પુરતો સમય નથી આપી શકાતો પરંતુ હાલ જે રીતે ૨૧ દિવસનું કહેવાતું મિનિ વેકેશન મળ્યું છે ત્યારે પરિવાર સાથે સમય વ્યતીત કરવાની દુર્લભ તક સાંપડી છે. હાલ દરરોજ સવારે
દૈનિક ક્રિયા બાદ સૌપ્રથમ તો સમગ્ર પરિવાર સાથે બેસીને નાસ્તો કરીએ છીએ, ત્યારબાદ રામાયણ અને મહાભારત જેવી સીરીયલો સૌ સાથે મળીને નિહાળીએ છીએ. સમગ્ર પરિવારજનો સાથે મળી વાતચીત કરવાની પણ હાલ પુષ્કળ તક મળી રહી છે જેનો હું ખુબ ફાયદો ઉઠાવી રહ્યો છું. ઉપરાંત તેમણે વ્યવસાય વિશે જણાવતા કહ્યું હતું કે, અમારો વ્યવસાય રિટેઈલનો છે જેના કારણે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે તે કહી ન શકાય. ગ્રાહક વર્ગનો ધસારો કેવો રહેશે, બજારની પરિસ્થિતિ શું રહેશે તેની ઉપર અમારા વ્યવસાયની પરિસ્થિતિ નક્કી થતી હોય છે ત્યારે હાલ કોઈપણ પ્રકારે આગામી દિવસોની સ્થિતિનું વર્ણન કરી શકાય નહીં.