કોરોના વાયરસના સંક્રમણથી બચવા દેશભરમાં અમલમાં મુકાયેલા લોકડાઉનને આજે ત્રીજો ીદવસ છે. ર૧ દિવસના લોકડાઉન દરમિયાન ઘરમાં રહી કઇ પ્રકારની પ્રવૃત્ઓિથી સમય પસાર કરવો તે લોકો માટે પ્રશ્ર્ન ઉભો થયો છે. ત્યારે શહેરના સામાજીક, રાજકીય અને ઔદ્યોગિક જગતના આગેવાનોએ ઘરમાં રહી સમય કેવી રીતે પસાર કરી શકાય તેની શીખ આપી છે. ‘અબતક’ દ્વારા આગેવાનો ઘર શું પ્રવૃતિ થઇ રહી છે. તેનું રિપોર્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
ઘણી જગ્યાએ લોકડાઉનને સજાનાં રૂપમાં જોઈને ઘરમાં રહેવાનું પસંદ કરવામાં આવતું નથી પરંતુ રાજકોટનાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઘરમાં રહીને કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય અને ઘરમાં સમય પસાર કરવા કેવી-કેવી પ્રવૃતિઓ કરી શકાય તે અંગેનું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. લોકોને લોકડાઉનની સ્થિતિમાં પ્રેરણા આપી રહ્યા છે.
૫૦ વર્ષની વયમાં પ્રથમ વખત ર૧ દિવસ ઘરે રહેવું તે મારા માટે ઇતિહાસ સમાન: કમલ નયન સોજીત્રા
લોકડાઉન પહેલા એક ઉઘોગકાર તરીકે અમારી ચાર કંપનીઓ ચાલે છે એમાં એમ રોજબરોજનું કામ જોતા હોઇએ છીએ. ઓફીસે સવારે સાડા નવથી સડા છ સુધી હોય છે. એક ઇન્ડસ્ટ્રાલીયસ તરીકે અમારો પુરો દિવસ અમે ઓફીસે કામકાજમાં આપતા હોય છીએ. હાલની પરિસ્થિતિ અને સરકારના આદેશ અનુસાર અમારી તમામ ફેકટરીઓને લોકડાઉનમાં મુકેલ છે. કારીગર પરિવાર સપ્લાયર પરિવારને રીકવેસ્ટ કરી સરકારના આદેશ અનુસાર લોકડાઉન કરી ઘરે રહેવાનું શરુ કરેલ છે. અમે ઘરે બે જ લોકો રહીએ છીએ મારી દીકરી અમેરિકામાં છે ત્યાં તેનું સાવચેતીથી કામ કરે છે.
પરિવારને સમય આપીએ તો પરિવારવાળા પણ આભાર માને છે. પચાસ વર્ષની ઉમરમાં પ્રથમ એવું લોકડાઉન જોયું તે જેમાં ઘરની અંદર રહીને ૨૦ થી ૨૫ દિવસ ઘરેથી જ કામગીરી જોવાની છે. થોડી અચરજ લાગે અને ઇશ્ર્વરનો આભાર પણ માનીએ કે આવો જીવન જીવવાનો મોકો આવ્યો. અત્યારની પરિસ્થિતિને જોતા ર૦ દિવસ પછી કામો ફરીથી શરુ કરવામાં થોડા પ્રશ્ર્નો આવશે કે ઇકોનોમિની પ્રશ્ર્ન થશે.
૨૧ દિવસનો સમય ફકત પરિવાર માટે: રાજુભાઈ પોબારૂ
સટ્ટાબજારના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંહતુકે ગત ત્રણ દિવસથી મે બહારનુંવાતાવરણ જોયુ જ નથી ફકતને ફકત મારા પુત્ર -પુત્રવધુ અને પત્ની સાથે સમય વ્યતિત કરી રહ્યો છું સવારે પુત્ર સાથે વિવિધ રમતો રમુ છું ત્યારબાદ સમગ્ર પરિવાર સાથે બેસીને જમીએ છીએ અને ત્યારબાદ પારીવારી વિષયો પર ચર્ચા કરીએ છીએ. અને જયારે જયારે સમય મળે ત્યારે હનુમાન ચાલીસા, રામાયણ, અને ભગવત ગીતાના પાઠ કરીએ છીએ. તેમણે કહ્યું હતુ કે હાલ હું ઘણી ખરી સામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું ત્યારે સમગ્ર દિવસ દરમ્યાન વ્યસ્તતામાં રહું છું ત્યારે હાલ પરિવાર સાથેરહેવાની તક મળી છે. જેનો હું સંપૂર્ણ પણે આનંદ લઈ રહ્યો છું. અને મને આશા છે કે દેશ પર જે આપતી આવી છે. તે ટુંક સમયમાં ટળી જશે કોરોના હારશે અને ભારત જીતશે તેવી આશાવ્યકત કરી હતી.
પરિવાર સાથે સમય વ્યતીત કરી ખુબ આનંદ થયો: એડવોકેટ તુષાર ગોકાણી
ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ તુષાર ગોકાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે હું ગઈકાલની જો વાત કરૂ તો કામનુંભારણ ખૂબ વધારે હતુ, સમગ્ર દિવસ દરમ્યાન વ્યસ્તતા ચરમસીમાએ હોય છે. પરંતુ જયારે મહામારીને કારણે ૨૧ દિવસનુંકહેવાતું મીની વેકેશન મળ્યું છે ત્યારે હાલ હું સૌ પ્રથમ તો મારા ભૂલકાઓ સાથે અનેકવિધ રમતોરમી તેમના ચહેરા પર મુશ્કાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એ ઉપરાંત મારા સમગ્ર પરિવાર સાથે સુખદુ:ખની વાતોવાગોળી રહ્યો છું. એ ઉપરાંતના સમયમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી આધ્યાત્મીક જ્ઞાનમેળવી રહ્યો છું અને રાજકોટની ખાઉધરી પ્રજાની જેમ હાલ દિવસ દરમ્યાન ચાર થી પાંચ વાર પરિવાર સાથે બેસીને જમી રહ્યો છું તે ખુબજ મહત્વપૂર્ણ બાબત છે. અને મને કહેતા આનંદ થાય છે કે, પરિવાર સાથે જે સમય પસાર કરવાનો અવસર મળ્યો છે. તે ખૂબજ મહત્વપૂર્ણ છે.
પોઝિટિવ ક્રિએટીવ રહી આપત્તિને અવસરમાં ફેરવો: મુકેશભાઇ શેઠ
અબતક સાથેની વાતચીત દરમિયાન શેઠ બિલ્ડર્સના મુકેશભાઇ શેઠ એ જણાવ્યું હતું ક, હું અને મારી પત્ની ખુબ જ એકટીવ છીએ.
જેમાં દિવસની શરુ કસરત, ટ્રેડમીલ, યોગાથી કરીએ છીએ. અને પોષ્ટીક ખોરાક ખાઇએ છીએ. પુરતો આરામ કરીએ છીએ.
મને નાનપણથી જ વાંચનનો શોખ છે તેથી રૂટીન લાઇફમા પણ હું વાંચન કરતો પરંતુ હમણાં ઘરે જ હોય છે તો મારો વધુ સમય મોટીવેશન નોલેજેબલ રોમેન્ટીક બપોરે જેવા પુસ્તકોના વાંચન કરવામાં પસાર કરુઁ છું. અને ફોનમાં વોટઅપ, ટીકટોક, અને ટીવી જોઇ સમય પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
મારા પહેલા રુટીનમાં અને અત્યારના આ સમયમાં ઘણો ફેર પડયો છે. પહેલા સાત આઠ કલાક કામ કરવા બહાર જતો જે હવે ઘરમાં જ સમય પસાર કરવાનો તેથી વધારે પોઝીટીવ અને ક્રિએટીવ રહેવાનું અમે નકકી કર્યુ છે. આ સમયને આફત ગણવાનો સ્થાને અવરસ ગણવાની જરુર છે.
મહામારીએ ‘નભૂતો ન ભવિષ્યતી’, સમય આપ્યો: રામભાઈ મોકરીયા
મારૂતી કૂરીયર્સના ચેરમેન રામભાઈ મોકરીયાએ અબતક સાથેની વાતચીતમાંજણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં મારૂતી કૂરીયરની ૩૨ બ્રાંચો છે જેના કારણે સતત પ્રવાસ ખેડવો પડતો હોય છે. સમગ્ર દેશમાં હાલ ૧૨ હજાર જેટલા કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે ત્યારે તેમની નાનામા નાની સમસ્યાનો ઉકેલ ત્વરીત ધોરણે લાવવાનો પ્રયત્ન હું કરતો હોવ છું ત્યારે કયાંક પરિવારને જેટલોસમય આપવો જોઈએ તેટલો સમય આપવા શક્ષમ ન હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૧ દિવસની લોકડાઉનની અપીલ ખુબજ સફળ નીવડી છે. જયારે મીની વેકેશન મલ્યું છે ત્યારે સૌ પ્રથમ તો હું ધાર્મિક પુસ્તકોનુંવાંચન કરી આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યો છું એ ઉપરાંત ઘરના કામમાં મદદરૂપ થઈ રહ્યો છે. અને પરિવાર સાથે હર્ષોલ્લાસ જેવા વાતાવરણમાં બધા સાથે મળી રહ્યો છું,.
મેડ ફોર ઇચ અધર નહીં મેઇડ ફોર ઇચ અધર બનવું ઉપયોગી:નમ્રતા ભટ્ટ
યંગ ઇન્ડિયાનાં નમુતાબેન ભટ્ટએ અબતક સાથેની વાતચીતમાં માહીતી આપતા જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ લોકોને અપીલ કરે છે કે, લોકો સોશ્યલ ડીસટન્સીંગ રાખે અને સુરક્ષિત રહે . ગ્રુપ ડીજીટલ પ્લેટફોર્મ ઉપર અનેક વિધ પ્રવૃતિશરુ કરવામાં આવી છે, સાથો સાથ આગામી છ દિવસ સુધી ફિટનેસ ચેલેન્જ શરુ કરવામાં આવી છે, જેમાં તેઓને એકસરસાઇઝનો ચાર્ટ પણ આપવામાં આવ્યો છે. લોકો ઘરે રહી સંગીતને અનુસરે તેજ અપીલ કરવામાં આવી રહી છે.
વધુમાં નમ્રતાબેન ભટ્ટ અબતકને માહીતી આપી હતી કે, હાલ હેલ્પ યોર ફેમીલ ક્ધસેપ્ટને લોકોએ અપનાવ્યો જોઇએ. એવી જ રીતે બાળકો માટે ઓનલાઇન ડ્રોઇનગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે જેની બાળકોમાં રહેલી કલા કૌશલ્યમાં વધાર થાય.પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડીયા ગ્રુપ ઝુમ મારફતે લકોોને હેલ્ધી રેસીપી પણ શીખવાડી રહ્યું છે. વધુમાં બંધ થયેલા ઉઘોગોમાં નાણાકીય સંક્રમણનો સામનો ન કરવો પડે તે હેતુ સર લરનીંગ સેસનનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારે લોકો માટે યોગા રોશનનું આયોજન કરવામાં આવે છે. જેથી માનસીક સ્થિરતા જઇવાઇ અંતમાં તેઓએ માહીતી પણ આપી હતી.
ઘરમાં રહી કંઇક નવું શિખું છે: કિશોરભાઇ દોશી
રાજુ એન્જીનીયરીંગના કિશોરભાઇ દોશીએ કહ્યુઁ હતું કે વિશ્ર્વમાં હાલ કોરોનાની અફરાતફડી મચી છે ત્યારે ભારતમાં સરકાર દ્વારા ખુબ મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે. લોકડાઉનમાં હું ઘરમાં રહી અમારા પરિવારજનો સાથે વિચારોની આપલે કરતો હોઉ છું. કયાંક નવું શીખું છું. આવનારા દિવસોમાં શું કરી શકાય આ સમસ્યાના નિવારણ બાદ વિચાર કરતો રહું છું. આમ તો અમે પહેલાથી જ સંયુકત કુટુંબમાં રહી છે ને જયારે પણ નવરાશનો પળો મળે કે વેકેશન નો સમય હોય ત્યારે એકબીજા સાથે મળીને આનંદનો સમય વિતાવી છે. ત્યારે હાલ લોકડાઉન એ અમારા પારિવારિક માહોલમાં ખુબ મહત્વ પૂર્ણ સમય લઇને આવ્યાં છે. ઘરના નાના મોટા દરેક સભ્ય પોતાના વિચારો નો એક બીજા સાથે આપ-લે કરે છે એ મહત્વપૂર્ણ છે.
પરિવાર સાથે સમય વિતાવવાનો મળ્યો એક અનેરો અવસર: ડો. ધર્મેશ સોલંકી
રર તારીખે પ્રથમ લોકડાઉન થયું તથા રપ તારીખ થી બીજા ર૧ દિવસની લોકડાઉન થયું તો રર તારીખ પહેલા અમે ડોકટર ઇમરજન્સી બ્રાન્સ હતી.
અમારી ગમે ત્યારે સારવાર કરવાની થતી લોકડાઉન થયા પછી એમા પણ ઇન્ટરસીટી ટ્રાન્સપોટર્ર્ બંધ થયા પછી પેશન્ટનો પ્રવાહ કે જે ઇમરજન્સી નથી આના કારણે ઘણો ઓછો થયો છે પોતાની ની જો વાત કરું તો આટલા વરસોમાં જે વસ્તુ મને માણવા નથી જેમને કુટુંબ સાથે રહે છે ઘરનું કામ કરવું થોડી વાનગી નવી શીખવી મ્યુઝીક સાંભળવું સીરીયલના એપીસોડ જેટલા એ બધી વસ્તુઓ માટે ટાઇમ મળે છે.
હું કુટુંબમાં અત્યારના સમયમાં કુટુંબ સાથે રહીને બધુ કરતા હોઇએ તો એક અલગ આણંદ મળે છે.
એક વિસ દિવસ પછી પણ સોશ્યલ ડીસ્ટન્સ રાખવું પણ એટલું જ જરુરી છે.
પરિવાર સાથે સમય વિતાવવાની મળી છે એક ઉત્તમ તક: બોસ્કી નથવાણી
હાલની પ્રર્વતી સ્થિતિ વિશે માહીતી આપતા આઇએફજેડીના બોસ્કી નથવાણીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા લાઇફ અત્યંત ભાગદોડ વાળી હતી, અને સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી કામમાં રહેતી પરંતુ હાલની સ્થિતિ વિશેનો માહીતી મેળવછએ તો અત્યારે જીવન અત્યંત અલગ લાગે છે અત્યારે સવારથી જ પરિવાર સાથે સમય વિતાવવામાં આવે છે. આ પ્રસંગે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ તેમની પુત્રી મુંબઇથી ર૧ દિવસ માટે રાજકોટ આવી પહોંચી છે જેથી તેમના પતિ અને તેમની દિકરીને જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેથી બપોરના જમવા સમય દરમ્યાન ઘરનું તમામ કામ પૂર્ણ થઇ જાઉ આ તકે તેઓએ જણાવ્યું હતું કે ર૧ દિવસ પછીની સ્થિતિ જે બેક ટુ રૂટીન હશે તે ઘણા ખરા અંશે તકલીફ દાયક નીવડશે.
પરિવાર સાથે આનંદની પણો વિતાવું છું: નેમીભાઇ ખખ્ખર
ચોકી ધાણીના માલીક નેમીભાઇ ખખ્ખરે જણાવ્યું હતું કે સમગ્ર ભારત હાલ લોકડાઉન છે ત્યારે લોકો કઇ રીતે ઘરમાં રહી સમય વિતાવી રહ્યા છે. એ હાલ મોટો પ્રશ્ર્ન છે પરંતુ જયારે પણ પરિવાર સાથે હોય ત્યારે આપણે બધી ચિંતા મુકત થાય તે આનંદની પળો માણતા હોય છે. આજે જયારે તમામ વિવિધ ક્ષેત્ર ધંધા, વ્યવસાય, બધુ લોકડાઉન છે. ત્યારે હોબી બીઝનેસ મા વર્ક ટુ હોમ થઇ શકે નહિ છતાં મે મારા તમામ સ્ટાફને રોજનું શેડયુલ બનાવી આપ્યું છે. સ્ટાફ રોજનું ચાર કલાક હોટલની સફાઇનું કામ કરે છે. ત્યારબાદ વિવિધ પ્રવૃતિઓથી પોતાનો સમય પસાર કરે છે.