વિશ્ર્વવંદનીય અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ થઇ રહ્યું છે તે ઘડીના સાક્ષી થવા માટે તામીલનાડુ, કર્ણાટક, તેમજ આંધ્રના મુળ સૌરાષ્ટ્રીય સમુદાયના ૧૬ જેટલા આગેવાનો તેમજ કાશી ગુજરાતી સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓ ગુજરાતમાં આવી પહોચતા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
તામિલનાડુના ધારાસભ્ય, કુલપતિઓ અને વિવિધ પક્ષના આગેવાનોનું પ્રતિનિધિ મંડળને ગુજરાત લાવવા માટેનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરેએ કહ્યું છે ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભાવપૂર્ણ સન્માન કર્યુ હતું.
એ.આઇ.એ.ડી.એમ. કે ના સૌરાષ્ટ્રીયન ધારાસચ્ય એસ.એસ. સર્વનંદ, પક્ષના અગ્રણી રામાસુબ્રહ્મણ, કુલપતિ રાજેન્દ્રન, સૌરાષ્ટ્ર મઘ્યસભાના પ્રમુખ રામશેખર તેમજ ટોચના શિક્ષણવિદો વી.પી. રામામૂતિ અને ઇશ્ર્વરમૂર્તિ સહીત વિધ જીલ્લાઓમાંથી અગ્રણીઓ ગુજરાત આવી પહોચ્યા છે.
ગઇકાલે બપોરે ગાંધીનગર ખાતે આયોજીત સ્વાગત સન્માનમાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ૧૦૦૦ વર્ષ જેટલા દીર્ધકાલીન સ્થળાંતર પછી પણ પોતાની માતૃભૂમિની વંદનાનો સેતુ બંધાયો છે તે ખુબજ અભિનંદનને પાત્ર છે. પ્રતિનિધિ મંડળી રાજયના મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજયમંત્રીનું દક્ષિણ ભારતીય પ્રણાલી મુજબ સ્વાગત કર્યુ હતું.
કાશી ગુજરાતી સમાજના સ્થાણક સંયોજક અનિલગુરુ શાસ્ત્રીજી ટીમનું પણ ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કુલપતિ બિમલભાઇ પટેલે તેમજ વડોદારા ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, આઇ.આઇ.ટી. ના રજીસ્ટ્રાર રવિરાજ રાજપુરા, પ્રતિનિધિ મંડળનું ભાવપૂર્ણ અભિવાદન કર્યુ હતું.
તામિલનાડુના આ પ્રતિનિધિ મંડળમાં પહ્મશ્રી ચંદ્રશંકર રવિસન એન.એ. શાંતારામ, થાંજાવુરના ડી.એમ.કે. આગેવાન ટી. સુન્દર બાબુ, પેરયાકુલમના બાર એસો. ના પ્રમુખ શેશાદ્રી, શિલ્પ ઉઘોગના માંધાતા શંકરલાલજી, યુવા વિંગના પ્રમુખ આદિ નારાયણ રાજયના જનસંપર્ધ સચિવ પ્રેમકુમાર તેમજ જાણીતા રમત ગરમ સંચાલન રમેશ અને મંત્રી શ્રીનિવાસન જોડાયા છે. અનિલ શાસ્ત્રીની આગેવાનીમાં વિવેક પરીખ તેમજ વારાણસીના અન્ય આગવાનો જોડાયા છે.