ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજીત રાજકોટ કા મહારાજા આ વર્ષે કોરોના મહામારીને લીધે દિવાનપરા બ્રહ્મપુરી વાડીમાં સ્થાપન દુંદાળા દેવનું કરવામાં આવ્યું છે. તેના ત્રીજા દવસે મુખ્ય મહેમાનમાં સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટના પ્રમુખ દર્શીતભાઇ જાની, સમસ્ત બ્રહ્મસમાજનું પૂર્વ પ્રમુખ બ્રહ્મદીપના તંત્રી જનાર્દનભાઇ આચાર્ય તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રની સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જીજ્ઞેશભાઇ ઉપાઘ્યાયના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોનું સ્વાગત અને પુજા વિધી કરવામાં આવી હતી. તથા મહેમાનોનું સંસ્થાના સ્થાપક તેજસભાઇ ત્રિવેદી દ્વારા ખેસ પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસભાઇ ત્રિવેદી દ્વારા નિરજભાઇ ભટ્ટ તથા વિશાલભાઇ ઉ૫ાઘ્યાયના માર્ગદર્શન હેઠળ મીતભાઇ ભટ્ટ, ભરતભાઇ દવે, મનનભાઇ ત્રિવેદી પ્રશાંત ઓઝા, શીરીશભાઇ વ્યાસ, અનિલભાઇ ત્રિવેદી, તથા વિમલભાઇ અઘ્યારુએ જહેમત ઉઠાવી હતી.
Trending
- લહેર તળાવ પાછળ રૂ. 22.76 કરોડના ખર્ચે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
- હોળી સ્પેશિયલ ટ્રેન : જાણો સમય, અને સંપૂર્ણ વિગતો
- આટલી જ વાર લાગે… જેતપુરમાં યુવકના પેટ પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી
- સુરેન્દ્રનગર: લક્ષ્મીપરા વિસ્તારમાં ઘર પાસે કચરો નાંખવા બાબતે સામસામે મારામારી
- બદલી ન શકાય તેવા અંધત્વના મુખ્ય કારણો પૈકી એક: ગ્લુકોમા
- ધોરાજી , ઉપલેટા અને ભાયાવદર પાલિકાને મળી મહિલા નેતૃત્વની ભેટ: ધારાસભ્ય પાડલીયા
- iQOO Z10ની જાણકારી લોન્ચ પેલા થઈ લીક…
- આજે ગરમી ભુક્કા કાઢશે..!