રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ રાજકોટના ૮૯૪ બુથના તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકોનો જાહેર આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખ તરીકે પાર્ટીનો કાર્યભાર સંભાળ્યો ત્યારે સૌપ્રથમ સંકલ્પ કર્યો હતો કે વિધાનસભાની ચુંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપને ભવ્ય વિજય અપાવીશ ત્યારે આ સંકલ્પમાં સૌ કાર્યકર્તાઓએ વિજયનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
વિધાનસભાની ચુંટણી અંતર્ગત કાર્યક્રમોને સફળ બનાવવા કાર્યકતાઓએ કાર્યરત રહ્યા હતા. સૌનો સાથ સૌના વિકાસ સાથે રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠકમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને આ પુ‚ષાર્થનું ફળ આજે પાર્ટીના વિજય રુપે જોવા મળ્યું છે. ગુજરાતના સર્વાગિ વિકાસને આગળ ધપાવવા અને ગુજરાતના ઇતિહાસના સૌ કાર્યકર્તાઓ આજે સાક્ષી બન્યા છે. ત્યારે પાર્ટીના ઓનલાઇન બનેલા સભ્યો તેમજ પેજપ્રમુખોથી લઇ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો કમલેશ મીરાણીએ આભાર વ્યકત કર્યો હતો.
આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભાજપની ભવ્ય જીતને આવકારતા અને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના નેતૃત્વમાં ગુજરાતમાં જઇ રહેલા વિકાસને વધુ સમર્થન આપવા શહેરીજનોએ વધુને વધુ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી શહેરની ચારેય બેઠકો ઉ૫ર જંગી લીડથી ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે ત્યારે પ્રત્યેક કાર્યકર્તાએ આ ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા કરેલો સંકલ્પને સાર્થક કર્યો છે.