અંજારમાં રામ મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટનાથી ભકતોમાં રોષ
મંદિરમાં તસ્કરોની ત્રીજી ઘટનામાં વિકૃતિ શખ્સ સંડોવણી હોવાની આશંકા: એલ.સી.બી. અને સ્થાનીક પોલીસ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ
અંજારના આશાબા બે બ્રિજ પાસે આવેલા ભગવાન શ્રી રામની મૂર્તિ ખંડિત કરવાની અને ચોરીના બનાવતા પગલે વિવિધ હિન્દુ સંગઠનો એકઠા થયા હતા. મંદિરમાં સતત ત્રીજી વખત થયેલી ચોરીની ઘટનાથી એકઠા થયેલા હિન્દુ સંગઠનોએ પોલીસની નિષ્કીયતા વખોડી કડક કાર્યવાહીની માગ કરી છે. મંદિરમાં થયેલી ચોરી અને તોડફોડના પગલે રામ મંદિર ખાતે પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.
અંજાર તાલુકાના રામ મંદિરમાંથી અજાણ્યા ઇસમો દ્વારા ચોરીનો પ્રયાસ ભગવાન રામની મૂર્તિ પણ ખંડિત થઈ.અંજારના આશાબા વે બ્રિજ પાસે આવેલ ઐતિહાસિક ભગવાન શ્રી રામ મંદિરમાં ચોરી થઈ હોવાનું અને ભગવાન શ્રીરામ અન્ય મૂર્તિઓને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા નુકસાની કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગા,હિન્દુ યુવા સંગઠનના આગેવાનો,બજરંગદળના આગેવાનો, અંજાર પોલીસ મથકની ટીમ,એલસીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કરછ જિલ્લા કાર્ય અધ્યક્ષ મહેશભાઈ સોરઠીયા, અંજાર પ્રમુખ જગદીશભાઇ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના ચંદ્રેશ ભાઇ કાતરીયા, કરછ વિભાગ સહયોજક રાજન જોશી, જીગ્નેશભાઇ, અશોકભાઇ, સંજીવકુમાર દુબે, પ્રતીક ખોડીયાર વગેરેએ રોશની લાગણી વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ અંજારના આસામા બે બ્રિજ પાસે આવેલ રામ મંદિરમાંથી અજાણ્યા ઇસમો દ્વારા ચોરી તેમજ મંદિરની મૂર્તિઓને ખંડિત થવાના બનાવતી ભારે રોશની લાગણી પ્રસરી હતી. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ રામ મંદિરની મુલાકાત લઇ માનસિક વિકૃતિ ધરાવતા તસ્કર વિરુદ્ધ નિંદા વ્યક્ત કરી હતી. તથા કાયરતાપૂર્વક કામ કરી સમાજને ખોટો મેસેજ પહોંચા શખ્સ વિરુદ્ધ કડકને કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તંત્રની સાથે રહેવાની ખાતરી આપી હતી. આ બાબતે રામ મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ રામ મંદિરમાં ત્રીજી વખત ચોરીનો અને મૂર્તિઓ ખંડિત થવાનો બનાવ બન્યો છે.
આજરોજ ત્રણ તિજોરી તૂટવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે અત્યારે વાવાઝોડાના કારણે સીસીટીવી ફૂટેજ બંધ છે પરંતુ જ્યારે 2007માં આવો જ બનાવ બન્યો હતો ત્યારે સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના ચહેરા દેખાતા હોવા છતાં પણ, આજ દિવસ સુધી કાર્યવાહી ન થઈ હોવાથી નિરાશા દર્શાવી હતી. હિન્દુ યુવા સંગઠન પૂર્વક કચ્છ ઉપાધ્યક્ષે જણાવ્યું કે અંજારના ઐતિહાસિક રામ મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા કૃત્યથી હિન્દુ આસ્થાને ભારે આઘાત લાગ્યો છે. પ્રશાસન યુદ્ધના ધોરણે તસ્કરોને પકડે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
બજરંગ દળ દ્વારા રોષ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું કે ઐતિહાસિક રામ મંદિરમાં વિધર્મી શખ્સો દ્વારા કરવામાં આવેલ કૃત્યને બજરંગ દળ સખત શબ્દોમાં વખોળે છે. વધુમાં તેઓએ અંજારના પ્રશાસનને અપીલ કરી કે આ વિષય ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ પ્રકારના કૃત્યોનો વિરોધ કરતો આવ્યો છે, અને આગળ પણ કરશે.